શોકિંગઃ ઉત્તર પ્રદેશના બહરાઈચના એક જ ઘરમાંથી 6 મૃતદેહ મળતા ખળભળાટ

ખેડૂતે પત્ની, ચાર બાળકોની હત્યા કરી આત્મહત્યા કરી? હત્યા પાછળનું રહસ્ય ઘેરાયું
બહરાઈચઃ ઉત્તર પ્રદેશના બહરાઈચના એક ઘરમાંથી છ જણના મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો હતો. મૃતકમાં એક મહિલા અને ચાર બાળકનો સમાવેશ થાય છે. બહરાઈચના નિંદુનપુરવા ટેપરહા ગામમાં બનાવ બન્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ખેડૂતે તેની પત્ની, બે દીકરી અને બે બાળકોની હત્યા કરી છે, ત્યાર પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો. આગમાં છ જણના મૃતદેહ અડધોઅડધ બળી ગયા હતા. પોલીસે આ બનાવમાં કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ખેડૂત મૌર્યાના ઘરમાં આગ લાગ્યા પછી ઘરમાં બાળકોના પણ મોત થયા હતા, જ્યાં ટ્રેક્ટર પણ બળી ગયું હતું. મૌર્યાએ લસણની કાપણી માટે બે કિશોરને કામ માટે રાખ્યા હતા, જેના માટે પૈસા પણ આપતો હતો, પરંતુ એ ખબર નથી કે બે કિશોરની હત્યા કરી નાખી હતી અને બંનેના મૃતદેહને રુમમાં લોક કરી દીધું હતું ત્યાર પછી પત્ની અને બે દીકરીઓને પણ ઘરમાં લોક કરીને આગ લગાવી દીધી હતી. ચોંકાવનારી વાત એ હતી કે એ ખેડૂતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યાર પછી આગ પર નિયંત્રણ મેળવ્યા પછી મૃતદેહોને કબજે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો: મોત પાછળનું કારણ અકબંધ…
બહરાઈચ પોલીસે અનેક એંગલને લઈ તપાસ કરી રહી છે. સૌથી મોટી વાત એ છે કે ખેડૂતે એ બે કિશોરની શા માટે હત્યા કરી. ઉપરાંત, બેની હત્યા કર્યા પછી ઘરમાં પત્ની અને દીકરીઓને લોક કરીને શા માટે મારી નાખ્યા. આ કેસમાં પોલીસ તંત્ર-મંત્ર મુદ્દે પણ તપાસ કરી રહી છે. બે કિશોરની હત્યા કર્યા પછી એ ગુનો છુપાવવા માટે પત્ની અને બંને દીકરીઓની શા માટે હત્યા કરી એ સૌથી મોટો સવાલ છે. ઉપરાંત, પોલીસ પારિવારિક વિવાદ મુદ્દે પણ તપાસ કરી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.