નેશનલ

બેડ ન્યૂઝઃ AC લોકલમાં ટ્રાવેલ કરવાના છો તો જાણી લો પશ્ચિમ રેલવેની નવી અપડેટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ એસી લોકલ (AC Local)માં પ્રવાસ કરનારાની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેમાં પશ્ચિમ રેલવે હોય કે મધ્ય રેલવે. વધતી ગરમીને કારણે પ્રવાસીઓ એસી લોકલમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. ઉનાળાના દિવસોમાં ગરમીમાંથી મુક્તિ મળવાની સાથે ગીચતાનો અનુભવ થતો નથી, પરંતુ તાજેતરમાં પશ્ચિમ રેલવેએ એસી લોકલના પ્રવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે. આજે અને આવતીકાલે અમુક એસી લોકલ ટ્રેનને નોન-એસી રુટમાં દોડાવવામાં આવશે. જોકે, રેલવેએ એના અંગે સ્પષ્ટ કારણ આપ્યું નથી.

એસી લોકલને નોન-એસી લોકલના રુટમાં દોડાવવામાં આવશે, પરિણામે એસી લોકલના રેગ્યુલર પ્રવાસીઓને અસર થઈ શકે છે. આજે અને આવતીકાલે એસી લોકલ ઓન-એસીના પ્રકારે દોડાવવામાં આવશે. આજે સાંજના 4.48 વાગ્યાની વિરાર-બોરીવલી, સાંજના બોરીવલી-ચર્ચેગટ લોકલ 5.28, ચર્ચગેટ-વિરાર લોકલ 6.22 વાગ્યાની અને વિરાર-ચર્ચગેટ લોકલ રાતના 7.51 વાગ્યાની નોન-એસી લોકલ રીતે દોડાવવામાં આવશે.

એસી લોકલને નોન-એસી લોકલ તરીકે દોડાવવાનું પગલું યોગ્ય નથી. ઉનાળાના દિવસોમાં પ્રવાસીઓ ખાસ એસી લોકલની ટિકિટ યા પાસ કઢાવીને મુસાફરી કરતા હોય છે, તેમાંય વળી અચાનક એસી લોકલની સર્વિસ રદ કરે તો પ્રવાસીઓને એસી લોકલનો પાસ કઢાવવાનો શું ફાયદો, એમ એક પ્રવાસીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત, આવતીકાલે સવારના નાલાસોપારા-ચર્ચગેટ (સવારે 4.50), સવારે 6.35 વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી, 7.46 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ, 8.46 વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી, 9.35 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ, 10.32 વાગ્યાની ચર્ચગેટ બોરીવલી લોકલ, બપોરના 11.23 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ, 12.16 વાગ્યાની ચર્ચગેટ-વિરાર લોકલ, 1.34 વિરાર-ચર્ચગેટ વગેરે લોકલ નોન-એસી તરીકે દોડાવવામાં આવશે. એસી લોકલના શેડ્યૂલમાં ફેરફાર અંગે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરે સોશિયલ મીડિયા એક્સ પર જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:મુખ્ય સચિવ કક્ષાની આઈએએસ અધિકારીએ પણ સહન કરવા પડે છે શ્યામ ત્વચા માટે મ્હેણાટોણા…

અહીં એ જણાવવાનું કે પશ્ચિમ રેલવેમાં રોજની 100 એસી લોકલ ટ્રેન દોડાવે છે, જેમાં આ અગાઉ રેલવેએ 13 નવી સર્વિસ ઉમેરી હતી. પશ્ચિમ રેલવેમાં રોજના 1.26 લાખ પ્રવાસી એસી લોકલમાં પ્રવાસ કરે છે, જ્યારે પશ્ચિમ રેલવે ચર્ચગેટ-વિરાર-દહાણુ સુધીના કોરિડોરમાં રોજના 1,400થી વધુ સર્વિસીસ દોડાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button