મા મુજે અપને આંચલમે છુપા લેઃ છૂટા પડ્યા બાદ ફરી મળેલા હાથીના બચ્ચાનો વીડિયો જોશો તો
તમીલનાડુઃ માતા અને સંતાનનો પ્રેમ શાશ્વત છે અને તે સમગ્ર સજીવ માટે એકસરખો હોય છે. કોઈપણ સંતાન જો માતાથી છૂટુ પડે ત્યારે સંતાન અને માતાની પીડાથી પત્થર હૃદય માણસ પણ પીગળી જાય. આવું એક હાથીનું બચ્ચુ માથી અલગ થઈ ગયું હતું અને તે જ્યારે પાછું મળ્યું ત્યારે એક આઈએએસ અધિકારીએ તેની તસવીર બે દિવસ પહેલા શેર કરી હતી. હવે આ જ અધિકારીએ એક વીડિયો શેર કર્યો છે જે કોઈને પણ ભાવુક કરી શકે છે. આ વીડિયો જોઈને સૌને જાણે ફરી નાનકડા બની માના ખોળામાં ફરી રમવાનું મન થઈ જાય.
ગયા સપ્તાહના અંતમાં તમિલનાડુના વન અધિકારીઓએ પોલાચીમાં અનામલાઈ ટાઈગર રિઝર્વમાં ખોવાયેલા હાથીના બચ્ચાનું તેની માતા સાથે ફરી મિલન કરાવ્યું હતું. જ્યારે હાથીનું બચ્ચું તેની માતાને ફરી મળ્યું, ત્યારે તે તેના ખોળામાં સૂઈને રમતું જોવા મળ્યું. આ વીડિયો ફરી આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો.
અનામલાઈ ટાઈગર રિઝર્વ ખાતે તમિલનાડુ વન વિભાગના અધિકારીઓ. આ પુનઃમિલન શક્ય બનાવનાર ફોરેસ્ટ રેન્જર્સ, ફોરેસ્ટ ગાર્ડ્સ, ફોરેસ્ટ સુપરવાઈઝર અને અધિકારીઓનો ઊંડો આભાર અને અભિનંદન તેમ પણ તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું આ સાથે તેમણે લખ્યું હતું કે હાથીની માતાનું કોમળ આલિંગન અને તેનો પ્રેમભર્યો સ્પર્શ જે ફરી મળ્યા પછી બચ્ચાને જોઈતો હતો તે મળી રહ્યો છે.