યુદ્ધને લઈને બાબા વાંગાની ભયાનક ભવિષ્યવાણી! જો સાચી પડી તો માનવજાત ખતરામાં…

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન (India Pakistan War) વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હજી પણ ઓપરેશન સિંદૂર યથાવત રહેવાનું છે. પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે 7મી મે 2025 ના રોજ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પરંતુ શું તમને ખબર છે કે, આ યુદ્ધ ((Baba Vanga War Predictions) બાબતે બાબા વાંગાએ શું ભવિષ્યવાણી કરી હતી? તેના પર સૌ કોઈની નજર છે. ચાલો જાણીએ કે બાબા વાંગાએ કરેલી યુદ્ધ અંગેની ભવિષ્યવાણી વિશે…
બાબા વાંગાએ 2025માં ભયંકર યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી
યુરોપના અનેક દેશો વચ્ચે 2025માં ભયંકર યુદ્ધ થશે તેવી બાબા વાંગાએ ભવિષ્યવાણી કરી હતી. બાબા વાંગાની ભવિષ્યવાણી પ્રમાણે આ યુદ્ધના કારણે અનેક દેશો પ્રભાવિત થશે અને તેના કારણે માનવતા ખતરામાં પણ પડી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લીધે યુદ્ધ થઈ રહ્યું છે. જેથી બાબા વાંગાની આ આગાહી પણ સાચી માનવામાં આવી રહી છે. મોટા ભાગે બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી જ પડી છે.
બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી જ પડી છે
બાબાનું બાબા વાંગાનું 1996માં મૃત્યું થયું હતું. પરંતુ તેમણે અનેક વર્ષો સુધીની ભવિષ્યવાણીઓ કરી હતી. મ્યાનમારમાં 28 માર્ચે 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણું નુકસાન થયું હતું. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે થાઈલેન્ડ પણ આ ભૂકંપથી પ્રભાવિત થયું હતું. મહત્વની વાત એ છે કે, બાબા વાંગાએ 2025માં વિનાશક ભૂકંપની પણ આગાહી કરી હતી. જેથી તેમની આગાહી સાચી પડી કહેવાય! એટલું જ નહીં પરંતુ કોવિડ-19 મહામારી વિશે પણ બાબા વાંગાની ભવિષ્યવાણી સાચી પડેલી છે. અમેરિકામાં થયેલો 9/11નો હુમલો અને1997માં રાજકુમારી ડાયનાનું મૃત્યુ અંગે પણ બાબા વાંગાની ભવિષ્યવાણીઓ કરેલી છે.
આ પણ વાંચો બાંગ્લાદેશ પછી બલુચિસ્તાન?: બલોચ આર્મીએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી