ટોપ ન્યૂઝનેશનલ

Baba Tarsem Singh’s murder: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી અમરજીત સિંહ ઠાર, અન્ય આરોપી ફરાર

ઉધમ સિંહ નગર: ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર(Udham Singh Nagar)માં 28 માર્ચે શ્રી નાનકમત્તા સાહિબ ગુરુદ્વારા (Sri Nanakmatta Sahib Gurudwara) ડેરા કાર સેવાના વડા બાબા તરસેમ સિંહ(Baba Tarsem Singh)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડના મુખ્ય આરોપી અમરજીત સિંહ(Amarjit Sing )ને ઉત્તરાખંડપોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને હરિદ્વાર પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. બીજો આરોપી ફરાર થઇ ગયો હતો, એસટીએફ અને પોલીસ તેની શોધી રહી છે. આ એન્કાઉન્ટર હરિદ્વારના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. ડીજીપી ઉત્તરાખંડ અભિનવ કુમારે આ અંગે માહિતી આપી છે.

ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું કે પોલીસ બંને આરોપીઓને સતત શોધી રહી હતી. તેના માથા પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. પોલીસે કુખ્યાત શૂટર અમરજીત સિંહ ઉર્ફે બિટ્ટુને ઠાર કર્યો છે, જો કે તેનો એક સાથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

પ્રમુખ બાબા તરસેમ સિંહની 28 માર્ચે ઉધમ સિંહ નગરના નાનકમત્તા ગુરુદ્વારામાં બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ ભૂતપૂર્વ IAS અધિકારી હરબંશ સિંહ ચુગ ઉપરાંત પ્રિતમ સિંહ અને બાબા અનૂપ સિંહ નામના શખ્સો સામે નકમત્તા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.

કાર સેવાના સેવાભાવી જસબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે હરબંશ સિંહ ચુગ અને અન્ય બે લોકોએ કાર સેવાના વડાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે આ ત્રણ સિવાય અન્ય લોકો પણ હત્યાના કાવતરામાં સામેલ છે.

ઉત્તરાખંડપોલીસે અગાઉ કહ્યું હતું કે તેઓ અન્ય આરોપીઓની શોધમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, આ કેસમાં વધુ ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ કથિત રીતે હુમલાખોરોને સોપારી આપવા અને શસ્ત્રો પૂરા પાડવામાં સામેલ હતા

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી તરસેમ સિંહની હત્યાની તપાસ પર નજર રાખી રહ્યા છે અને તેમણે પોલીસને શંકાસ્પદોને ઝડપથી પકડવા સૂચના આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button