Baba Siddique Murder: સંજય રાઉતનો મોટો આક્ષેપ, કહ્યું ગુજરાતથી ચાલે છે અંડરવર્લ્ડ

મુંબઈ : શિવસેનાના(યુબીટી) સાંસદ સંજય રાઉતે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાને(Baba Siddique Murder)ગુજરાત સાથે જોડીને આક્ષેપ કર્યો છે કે અંડરવર્લ્ડને ગુજરાતથી ચલાવવામાં આવી રહ્યું છે . તેમણે દાવો કર્યો હતો કે સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આ હત્યાની જવાબદારી લીધી છે. જે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે એક પડકાર છે. સંજય રાઉતે કહ્યું કે NCPના વડા અજિત પવારે હત્યાના પગલે અમિત શાહના રાજીનામાની માંગ કરવી જોઈએ.
ગુજરાતમાંથી અંડરવર્લ્ડ ચલાવવામાં આવી રહ્યું છે
સંજયે રાઉતે કહ્યું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે આ સરકાર આવ્યા બાદ મુંબઈમાં ગેંગ વોર અને અંડરવર્લ્ડની તાકાત વધી શકે છે. આ સરકારને અંડરવર્લ્ડનો પણ ટેકો છે અને ગુજરાતમાંથી અંડરવર્લ્ડ ચલાવવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતમાં 5,000 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લે છે.
આ પણ વાંચો :બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?
એકનાથ શિંદેએ સિંઘમગીરી બતાવવી જોઈએ.
સંજય રાઉતે કહ્યું કે ગુજરાતમાંથી આવતા કેન્દ્રીય ગૃહમંત્રી માટે આ એક પડકાર છે. અજિત પવારે અમિત શાહના રાજીનામાની માંગ કરવી જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બાબા સિદ્દીકી હત્યા કેસમાં તેમની સિંઘમગીરી બતાવવી જોઈએ.
સોશિયલ મીડિયા પર હત્યાની જવાબદારી સ્વીકારી
ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથેના સંબંધો માટે જાણીતા સમાજવાદી અને રાજકારણી બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના સમયે તે ફટાકડા ફોડી રહ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક કથિત સભ્યે સોશિયલ મીડિયા પર હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
તેમણે વધુમાં કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા સલમાન ખાન સાથેની નિકટતાને કારણે કરવામાં આવી હતી. બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાનના ઘરે ફાયરિંગ થવા પાછળ પણ આ જ કારણ હતું. આ દરમિયાન ભાજપે કહ્યું કે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના સભ્યો હત્યા પર ખોટી ટિપ્પણી કરી રહ્યા છે.