નેશનલ

RSS નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદન પર Baba Ramdevની પ્રતિક્રિયા, કહ્યું ભગવાન રામ સૌના

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદનને લઈને ચર્ચા તેજ થઈ છે. જો કે RSSએ આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. ત્યારે યોગ ગુરુ બાબા રામદેવની(Baba Ramdev)પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે ભગવાન રામ દરેકના છે અને દેશ પણ દરેકનો છે. દેશમાં વિભાજનના બીજ વાવવા એ રાષ્ટ્રની એકતા માટે સારું નથી.

વિભાજન કરવું રાષ્ટ્રીય એકતા માટે સારું નથી

રામદેવે શુક્રવારે હરિદ્વારમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, ‘રાજકારણમાં નિવેદનો થતા રહે છે. ભગવાન રામ તમામના છે. આ રાષ્ટ્ર પણ દરેકનું છે. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. જાતિ, સંપ્રદાય અને વિચારધારાઓના આધારે વિભાજન કરવું રાષ્ટ્રીય એકતા માટે સારું નથી.

પીએમ મોદીએ દેશને આગળ વધાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા રામદેવે કહ્યું કે, ‘છેલ્લા એક દાયકામાં પડકારો હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે આગળ લઈ ગયા છે. હું દૃઢપણે માનું છું કે તેઓ દેશને આગળ લઈ જતા રહેશે.

ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે : ઈન્દ્રેશ કુમાર

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાનેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સત્તાધારી ભાજપને અહંકારી અને ઇન્ડી ગઠબંધનને રામ વિરોધી ગણાવ્યા છે. ઈન્દ્રેશ કુમારે કહ્યું, ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે.

અહંકાર વધ્યો એ પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવી

વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે તેમનામાં અહંકાર વધ્યો એ પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવી. પરંતુ તેને સંપૂર્ણ બહુમત મળવો જોઇતો હતો તે ભગવાને તેમના અહંકારને કારણે ન આપ્યો.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…