મહાકુંભમાં જ્યારે બાબાએ યુટ્યુબરને ચીપિયાથી પીટ્યો…જુઓ viral વિડિયો…
પ્રયાગરાજઃ આજથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થયો છે. દેશવિદેશથી લાખો લોકો મહાકુંભમાં ભાગ લેવા અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવવા આવી રહ્યા છે. મહાકુંભ નગરીમાં ભારે ભીડ છે. આજે પોષ પૂર્ણિમા હોવાથી વહેલી સવારથી જ લાખો ભક્તો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે ઉમટી પડ્યા છે.
આ પણ વાંચો : મહાકુંભની થઈ શરૂઆત, 144 વર્ષ બાદ બન્યો આ દુર્લભ સંયોગ…
ભક્તોનો ઉત્સાહ પણ જોવા જેવો છે. મહાકુંભ મેળામાં સ્નાનની સાથે સાથે લોકોની આસ્થા, શ્રદ્ધાના અનેક રંગો પણ જોવા મળે છે. મહાકુંભમાં ભાગ લેવા માટે દૂર દૂરથી સંતો અને ઋષિઓ અને ધાર્મિક હસ્તીઓ પધારી છે. લોકોની સાથે સાથે આ ઋષિમુનિઓને જોવા માટે પણ લોકોમાં ખાસ્સી ઉત્સુક્તા જોવા મળી રહી છે.
મહાકુંભનગરીમાંથી અનેક તસવીરો અને વીડિયો આવી રહ્યા છે. કેટલાક વીડિયો જોઇને દિલ બાગ બાગ થઇ જાય છે, તો કેટલાક વીડિયો જોઇને હોશ ઉડી જાય એમ છે. ના, આ મજાક નથી. અમે તમારી સાથે એક વીડિયો શેર કરીશું. જેને જોયા પછી તમને તમારી પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાબા યુટ્યુબરને ચીપિયા વડે માર મારતા જોવા મળી રહ્યા છે. બાબા અને યુટ્યુબરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં એક બાબા જોવા મળે છે, જેઓ કુંભ મેળામાં આવ્યા છે. તેમણે તેમનો એક હાથ ઊંચો જ રાખેલો છે. છેલ્લા નવ વર્ષથી તેમણે એક હાથ ઊંચો જ રાખ્યો છે. આ બાબા અદભૂત છે. બાબાના હાથના નખ પણ ઘણા મોટા છે. એમ લાગે છે કે તેમણે વર્ષોથી નખ કાપ્યા નથી. આ દરમિયાન એક યુટ્યુબર બાબાનો ઇન્ટરવ્યુ લેવા આવે છે. બાબા તેને શાંતિથી જવાબ આપે છે.
યુટ્યુબરે પૂછ્યું, ‘મહારાજ જી, તમે ક્યારથી સન્યાસી સંપ્રદાયમાં જોડાયા?’ બાબા જવાબ આપે છે કે- બાળપણથી. યુટ્યુબર આગળ પૂછે છે, મહારાજ જી, તમે કયું ભજન ગાઓ છો? આ સવાલથી બાબા ગુસ્સે થઈ જાય છે અને તેને લોખંડના ચીપિયાથી ફટકારવા માંડે છે. જોકે, આ સમગ્ર સમય દરમિયાન તેમનો હાથ તો ઊંચો જ છે. બાબાનો પ્રસાદ ખાઇને યુટ્યુબર ભાગી જાય છે.
આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું હતું કે લાઇક્સ મેળવવા આ યુટ્યુબરો કંઇ પણ કરશે. એક યુઝરે લખ્યું, હતું કે કેવો વાહિયાત સવાલ, કોણ સાધુને એવું પૂછે કે તમે કયું ભજન કરો છો?
આ પણ વાંચો : મહાકુંભમાં મુલાયમ સિંહ યાદવની પ્રતિમા લગાવવામાં આવતા વિવાદ, અખિલ ભારતીય અખાડા પરિષદે કહી આ મોટી વાત…
પણ, એક વાત તો છે કે અહીં આવેલા દરેકના મુખ પર અનોખો આનંદ જોવા મળી રહ્યોછે. લોકો અહીં આવીને પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે, જાણે કે તેમનું જીવન સફળ થઇ ગયું.