નેશનલ

યુપીમાં અયોધ્યા સહિત 19 જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા સઘન કરાઇ

લખનઉ : ઉત્તર પ્રદેશમાં અયોધ્યા સહિત 19 જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેના પગલે તમામ ઓફિસોને ખાલી કરાવીને પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જેની બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસરની સઘન તપાસ કરી રહ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રને હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

ઈમેલની તપાસ શરુ

જેની બાદ ધમકીભર્યો ઈમેલ કોણે અને શા માટે મોકલ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. સીજેએમએ સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. તેમજ કોઈપણ અફવાઓને અવગણવા માટે અપીલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધમકીભર્યો ઈમેલ જિલ્લા ન્યાયાધીશના ઈમેલ આઈડી પર આવ્યો હતો. હિન્દીમાં લખેલા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે આજે બપોરે 1:30 વાગ્યે શુક્રવારની નમાઝ પછી કોર્ટ હાઉસ પર બોમ્બથી હુમલો કરવામાં આવશે.

સુરક્ષા કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા

જેમાં લખનઉ સિવિલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યા બાદ તપાસ અને સુરક્ષા એજન્સીઓ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે. સ્થાનિક પોલીસ સાથે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પોલીસની ટીમો ડોગ સ્ક્વોડ સાથે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ બોમ્બની ધમકી બાદ તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ સુરક્ષા કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. કોર્ટ કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

આપણ વાંચો:  PMOનું સરનામું બદલાયું! વડાપ્રધાન મોદીએ ‘સેવા તીર્થ’નું ઉદ્ઘાટન કર્યું

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button