નેશનલ

અયોધ્યા જવાના હો તો વાંચી લેજો, દસ ટ્રેન રદ થઈ છે અને…

અમદાવાદઃ ભક્તોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર ખડેપગે તૈયારી કરી રહી છે અને આ સાથે તમામ રાજ્યો પણ પોતાના રાજ્યમાંથી અયોધ્યા જવા માટેના જાહેર પરિવહનની વ્યવસ્થા કરી રહ્યા છે. જોકે આ વ્યવસ્થાઓ ઓછી પડી રહી છે. ખાસ કરીને 22મી જાન્યુઆરી અને તેના આસપાસના સમયગાળામાં અયોધ્યા ખાતે ભક્તોનો ધસારો થવાની પૂરી સંભાવના છે ત્યારે બીજી બાજુ રેલવેએ અમુક ટ્રેન રદ કરી છે. લગભગ 10 જેટલી ટ્રેન રદ થઈ હોવાની માહિતી મળી છે.

પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો રામની નગરી અયોધ્યાના દર્શન કરવા જઈ રહ્યા છે. એક અંદાજ મુજબ દરરોજ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યાના દર્શન કરવા જઈ રહ્યા છે. આજથી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અયોધ્યા જતી ઘણી ટ્રેનો કેન્સલ થવાની છે. આ ઉપરાંત અનેક ડઝન ટ્રેનોને પણ ડાયવર્ટ કરવામાં આવી છે અને સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉત્તર રેલ્વેએ કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અગ્રતાના ધોરણે ટ્રેકના ડબલીંગ અને ઇલેક્ટ્રિફિકેશનને કારણે 16 થી 22 જાન્યુઆરી સુધી ટ્રેનોની અવરજવરને અસર થશે. ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રેખા શર્માના જણાવ્યા અનુસાર, વંદે ભારત સહિત 10 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે દૂન એક્સપ્રેસ સહિત 35 ટ્રેનો વૈકલ્પિક રૂટ પર દોડશે. અન્ય 14 ટ્રેનોના સંચાલનને પણ અસર થશે.


રદ થટેલી ટ્રેનની યાદી

  1. 22426 આનંદ વિહાર ટર્મિનલ-અયોધ્યા કેન્ટ. વંદે ભારત એક્સપ્રેસ 16/01/24 થી 22/01/24 સુધી રદ
  2. 22425 અયોધ્યા કેન્ટ.-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસ 16/01/24 થી 22/01/24 સુધી રદ
  3. 4203 અયોધ્યા છાવણી-લખનૌ સ્પેશિયલ રદ 16/01/24 થી 22/01/24
  4. 4204 લખનૌ-અયોધ્યા કેન્ટ.સ્પેશિયલ રદ 16/01/24 થી 22/01/24
  5. 4241 માનકાપુર-અયોધ્યા કેન્ટ. એક્સપ્રેસ સ્પેશિયલ રદ 14/01/24 થી 22/01/24
  6. 4242 અયોધ્યા છાવણી-માનકાપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ 14/01/24 થી 22/01/24
  7. 4257 માનકાપુર-અયોધ્યા એક્સપ્રેસ સ્પેશિયલ 14/01/24 થી 22/01/24 સુધી રદ
  8. 4258 અયોધ્યા-માનકાપુર એક્સપ્રેસ વિશેષ 14/01/24 થી 22/01/24 સુધી રદ
  9. 4259 માનકાપુર-અયોધ્યા એક્સપ્રેસ સ્પેશિયલ 14/01/24 થી 22/01/24 સુધી રદ
  10. 4260 અયોધ્યા-માનકાપુર એક્સપ્રેસ સ્પેશિયલ 14/01/24 થી 22/01/24 સુધી રદ

    અયોધ્યા કેન્ટથી આનંદ વિહાર જતી વંદે ભારત એક્સપ્રેસ ચાલુ કામોને કારણે 15 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ ટ્રેન હવે 22 જાન્યુઆરી સુધી રદ રહેશે. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે અભિષેક સમારોહ માટે અયોધ્યા રેલ્વે સેક્શનનના કામને ઝડપી કરી સ્ટેશનની ક્ષમતા વધારવાનું કામ પ્રાથમિક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button