Ramanavami Mela: રામ નવમી દરમિયાન રામલલ્લા મંદિર 24 કલાક ખૂલું રહેશે! જાણો સંતોનું શું કહેવું છે
અયોધ્યા: રામ નવીન તહેવાર(Ramanavami) દરમિયાન અયોધ્યા(Ayodhya)ના નવનિર્મિત રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે એવી શકયતા છે. રામનવમીના મેળા દરમિયાન ત્રણ દિવસ સુધી રામ મદિરના દર્શન 24 કલાક ચાલુ રાખવાનાની માંગ ઉઠી છે, આ અંગે સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ પૂજા પરંપરામાં મંદિર સતત ચાલુ રાખવાનો કોઈ ઉલ્લેખ નથી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કહેવું છે કે રામ નવમી દરમિયાન ત્રણ દિવસ માટે મંદિર સતત 24 કલાક ખોલવા અંગે સંતો પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.
નવમીના મેળા દરમિયાન અયોધ્યામાં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટે એવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને રામલલ્લાના દર્શન કરવા 24 કલાક ખોલવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં મંદિર 14 કલાક ખુલ્લું છે.
એક અહેવાલ મુજબ સામાન્ય રીતે રામલલાના દરબારમાં દરરોજ દોઢથી બે લાખ ભક્તો આવે છે. જિલ્લા પ્રશાસને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અષ્ટમી, નવમી અને દશમી તિથિ પર રામ મંદિર 24 કલાક ખોલવાની અપીલ કરી છે, મંદિર ટ્રસ્ટ સંતો પાસેથી સલાહ લઈ રહ્યું છે.
જોકે મંદિરને 24 કલાક ખોલવા અંગે સંતોએ અસહમતિ દર્શાવી છે. સંતોનું માનવું છે કે રામલલાને શયન ન કરાવવું એ શાસ્ત્રો પ્રમાણે યોગ્ય નથી. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પણ કહ્યું છે કે રામલલા પાંચ વર્ષના બાળકના રૂપમાં હાજર છે, તેમને 24 કલાક જાગતા રાખવા યોગ્ય નથી. ચર્ચા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.