આપણું ગુજરાતનેશનલ
Rammandir: ફૂલોથી સજેલી અયોધ્યાનગરી પાછળ છે આ વડોદરાવાસીઓની મહેનત

અયોધ્યાઃ આજે રામ મંદિરમાં પા્રણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે અને અયોધ્યામાં રામ મંદિરની 500 વર્ષની અભિલાષા પૂરી થઈ છે. આ સમગ્ર મહોત્સવનું કેટલાય દિવસો પહેલાથી ભવ્ય આયોજન થઈ રહ્યું હતું અને હજારો લોકોનો શ્રમ અને શ્રદ્ધાને લીધે આ કાર્યક્રમ આટલો અલૌકિક, સુંદર અને દિવ્યમાન બન્યો હતો. આજે સવારથી ટીવી સેટ પર કે મોબાઈલમાં તમે જે ફૂલોથી સજેલું રામ મંદિર અને અયોધ્યાનગરી જૂઓ છો તેમાં વડોદરાના 350 જેટલા લોકોનો પણ ફાળો છે.
વડોદરાથી 350 લોકો અયોધ્યા ગયા હતા જેમણે સમગ્ર અયોધ્યા નગરી ને ફૂલોથી સજાવી છે. હનુમાનગઢીથી લઈ અયોધ્યા ધામને સજાવવા લગભગ 30,000 કિલો ફૂલ તેમને અલગ અલગ 5-6 રાજ્યોમાંથી મંગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ફૂલોથી સજાવેલા મંદિર અને પરિસરના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.