નેશનલ

અયોધ્યા રામ મંદિરમાં અત્યાર સુધીમાં લગભગ 5500 કરોડ કરતા પણ વધારે દાન આવ્યું….

અયોધ્યાઃ રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા માટે ઢેર ઢેરથી ભક્તો આવી રહ્યા છે તેમજ દાન પણ ઘણી અલગ અલગ જગ્યાએથી આવી રહ્યું છે. દાનની રકમ વિશે વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં 1.5 કરોડ જેટલું દાન આવ્યું છે. 22 જાન્યુઆરીએ જ્યારે રામ લલ્લા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે, ત્યારે એક અંદાજ મુજબ દરરોજ લગભગ એક લાખ લોકો દર્શન માટે આવશે. ત્યારે મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શનથી લઈને પ્રસાદ વિતરણ સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવા વર્ષની શરૂઆતમાં દરરોજ આશરે 50 હજાર ભક્તો મંદિરે પહોંચ્યા હતા અને દાનની રકમ રોજની 5 લાખથી વધુ થઈ છે. મંદિર ટ્રસ્ટે આટલી મોટી રકમ સાચવવા માટે એકદમ પારદર્શક વ્યવસ્થા બનાવી છે. મંદિરના તમામ હિસાબો કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યા છે. ત્યારે મંદિરના નિર્માણથી લઈને અત્યાર સુધીમાં રામ મંદિરને અંદાજે 5500 કરોડ રૂપિયા કરતા પણ વધારે દાન મળ્યું છે.

મંદિરના તમામ દાનનો હિસાબ રાખનાર ટીમના પ્રભારી સુભાષચંદ શ્રીવાસ્તવ કહે છે કે જ્યારે મંદિરનું સંચાલન ટ્રસ્ટને સોંપવામાં આવ્યું ત્યારે દર મહિને દાનની રકમ માત્ર 70 હજાર રૂપિયા હતી. જે દિવસે દિવસે વધતી જ રહી અને પછી તો લોકો ભગવાન રામનું મંદિર બનાવવા માટે એટલું દાન આપી રહ્યા છે કે હાલમાં 14 બેંક કર્મચારીઓ અને મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્રારા દાનની રકમની દૈનિક ગણતરીથી લઈને તેને ખાતામાં જમા કરાવવા સુધીનું કામ રોજે રોજ કરવામાં આવી રહ્યું છે. હાલમાં એક અકાઉન્ટ વિભાગ પણ કાર્યરત છે જે દાનની રકમનો હિસાબ તૈયાર કરે છે અને તેનું વાર્ષિક ઓડિટ પણ કરાવે છે,


દાનમાં આવેલી રકમ એટલી મોટી છે કે CCTV સર્વેલન્સ હેઠળ બેંક કર્મચારીઓ અને ટ્રસ્ટના પ્રતિનિધિઓ સમક્ષ તેની ગણતરી આખા મહિના દરમિયાન ચાલુ રહે છે. પૈસાની ગણતરી માટે પણ 10 જેટલા બેંક કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ગણતરી પૂર્ણ થયા પછી રકમ દરરોજ બેંકમાં જમા થાય છે. ઓફરિંગમાં મોટી સંખ્યામાં સિક્કાઓ સાથે રૂ. 500, રૂ. 200, રૂ. 100, રૂ. 20 અને રૂ. 10ની નોટોનો સમાવેશ થાય છે. સૌથી મોટી સંખ્યા 100 અને 10 રૂપિયાની નોટોની છે, પરંતુ વધારે સમય સિક્કાની ગણતરીમાં જ જાય છે. આ સિવાય લોકો ઘરેણાં અને સોના-ચાંદીના સિક્કા પણ ચઢાવે છે. અને તે સીધા બેંકમાં આપીને તેનું મૂલ્ય નક્કી કરાવામાં આવે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker