નેશનલ

…તો અયોધ્યામાં રામલલ્લાના કપાળે સૂર્ય કિરણોથી થશે તિલક!

અયોધ્યાઃ અયોધ્યાના રામ મંદિરમાં આવતા વર્ષે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પણ આ બધા વચ્ચે મહત્ત્વના સમાચાર એ આવી રહ્યા છે કે આ મંદિરના શિખર પર એક એવું ઉપકરણ લગાવવામાં આવશે કે જેને કારણે દર વર્ષે રામનવમીના દિવસે સૂર્યના કિરણો ભગવાન રામના કપાળ પણ તિલક કરશે.

રામ મંદિર નિર્માણ સમિતીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂરું થઈ જશે. મંદિરના મુખ્ય પૂજારીએ પણ જણાવ્યું હતું કે 15મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી વચ્ચે અનુષ્ઠાન કરવામાં આવશે અને આ જ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22મી જાન્યુઆરીના અયોધ્યા આવશે અને એ જ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.


નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે આ ડિવાઈસને બેંગ્લોરમાં બનાવવામાં આવી રહ્યું છે અને વૈજ્ઞાનિકો આ ડિવાઈઝ બનાવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વાર 14મી જાન્યુઆરીના મકર સંક્રાંતિના દિવસે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે દસ દિવસ પહેલાં અનુષ્ઠાન કરવાનો નિર્ણય લીધો છે.


આ વર્ષે જ જૂન મહિનામાં મિશ્રાએ એવું પણ જણાવ્યું હતું કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 24મી જાન્યુઆરીથી મંદિર સામાન્ય નાગરિકો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. મંદિર તમામ લોકો માટે ખુલ્લુ મૂકાયા બાદ અહીં આવનારા ભક્તોને ભગવાન રામના દર્શન કરવા માટે 15-20 સેકન્ડનો સમય મળશે. આ મંદિરના નિર્માણમાં અત્યાર સુધી 900 કરોડનો ખર્ચ થઈ ગયો છે અને હજી સંપૂર્ણ મંદિર પરિસર બનાવવા માટે 1700થી 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થાય એવી શક્યતા છે.


દરમિયાન હાલમાં મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે પુણેના દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ મંડળ દ્વારા અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. હવે એવું પણ જાણવા મળી રહ્યું છે નવરાત્રિ દરમિયાન જનકપુરી ખાતે થનારી ઐતિહાસિક રામલીલામાં પણ અયોધ્યાના રામ મંદિરની ઝાંખી દેખાડવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત