Top Newsનેશનલ

અયોધ્યામાં રામ મંદિરના ધ્વજારોહણને બસ ગણતરીની ઘડી બાકી! PM મોદીએ ગર્ભગૃહમાં કર્યા રામલલાના દર્શન…

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘ વડા મોહન ભાગવત સાથે ગર્ભગૃહમાં રામ દરબારમાં અને રામ લલ્લાની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી.

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ માટે નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો. રામપથ પર મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ વડાપ્રધાનના કાફલા પર સતત ફૂલોની વર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી આ પવિત્ર પ્રસંગ માટે વિશેષ વ્રત રાખીને અયોધ્યા પહોંચ્યા હતા.

ધ્વજારોહણ પહેલાં, વડાપ્રધાને રામ મંદિર પરિસરમાં પહોંચીને સપ્ત મંદિરોમાં દર્શન-પૂજનનો કાર્યક્રમ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ધ્વજ ભગવાન શ્રીરામના તેજ, શૌર્ય અને આદર્શોની સાથે આપણી આસ્થા, અધ્યાત્મ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને સરસંઘચાલક મોહન ભાગવતે રામલલાના ગર્ભગૃહમાં દર્શન અને પૂજન કર્યા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા છે.

આ પણ વાંચો…અયોધ્યાના રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં બનેલ ધર્મ ધજા…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button