નેશનલ

Ayodhyaમાં છ દિવસમાં જ લગભગ 19 લાખ ભક્તોએ કર્યા પ્રભુ રામના દર્શન

અયોધ્યા: ભગવાન રામની પ્રણ પ્રતિષ્ઠા બાદ તો જાણે અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભારતના ઇતિહાસમાં આટલા ટૂંકા સમયમાં કોઈ પણ મંદિરમાં આટલા ભક્તો દર્શનાર્થે નથી આવ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના માત્ર છ દિવસમાં જ 18.75 લાખથી વધુ ભક્તોએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ આવનારા તમામ ભક્તોને કોઈ અસુવિધા ઊભી ના થાય તે માટે વ્યવસ્થા જાળવવા માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આવનારા તમામ ભક્તોને ભગવાન રામના દર્શન ચોક્કસપણે થાય તે જોવાનું આ સમિતિનું કામ છે.

નોંધનીય છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીના રોજ મંદિરના કપાટ તમામ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. અને ત્યારથી જ દેશ અને વિદેશમાંથી ભગવાન રામના દર્શન કરવા માચે અવિરતપણે ભક્તો આવી રહ્યા છે. સમિતિએ રોજના બે લાખ ભક્તો દર્શન કરવા આવે તે પ્રમાણેની તમામ વ્યવસ્થા કરી રાખી છે. પરંતુ અત્યારે રોજના બે લાખ કરતા પણ વધારે ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને આખું અયોધ્યા ‘જય શ્રી રામ’ના નારાઓથી ગુંજી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને રવિવારે અને જાહેર રજાના દિવસે રામ મંદિરમાં ભક્તોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો.


23 જાન્યુઆરી – 5 લાખ, 24 જાન્યુઆરી – 2.5 લાખ, 25 જાન્યુઆરી – 2 લાખ, 26 જાન્યુઆરી – 3.5 લાખ, 27 જાન્યુઆરી – 2.5 લાખ અને 28 જાન્યુઆરી – 3.25 લાખ ભક્તોએ રામ મંદિરમાં પ્રભુ રામના દર્શન કર્યા હતા.
નોંધનીય છે કે સીએમ યોગીએ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સીએમ યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભક્તો જે પણ જગ્યાએ થી વધારે દર્શન કરવા જાય છે તે તમામ જગ્યાઓએ ટ્રસ્ટના લોકોએ વ્યવસ્થા જાળવવા ઊભું રહેવું પડશે.


જેમાં રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને જન્મભૂમિ પથ પર ઘણી મોટી કતારો થતી હોય છે. તો આ કોી પણ જગ્યાએ ભીડ એકઠી ના થવી જોઈએ કે પછી કોઈ અવ્યવસ્થા ના થવી જોઈએ તે બાબતનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button