ટોપ ન્યૂઝનેશનલ

Ayodhyaમાં ભક્તોએ પ્રભુ રામના ચરણોમાં આપ્યું અધધધધ દાન…

અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. જો કે તે દિવસે ફક્ત આમંત્રિત મહેમાનોને જ મંદિરમાં પ્રવેશ મળ્યો હતો પરંતુ બીજા દિવસે 2.5 લાખથી વધારે લોકોએ પ્રભુ રામના દર્શન કર્યા હતા જ્યારે 24 જાન્યુઆરી સુધીમાં તો 7.5 લાખ લોકોએ ભગવાન રામના દર્શન કર્યા હતા. 22 જાન્યુઆરીના રોજ ફક્ત આમંત્રિત મહેમાનો આવ્યા હોવા છતાં મંદિરને 3.17 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. 22 જાન્યુઆરીના રોજ ભક્તોએ ડોનેશન કાઉન્ટર પર તો દાન આપ્યું જ પરંતુ ઓનલાઈન પણ ઘણા મોટા પ્રમાણમાં દાન આપ્યું હતું. અને આ દાનની રકમ સાંજે જ્યારે મંદિરના કપાટ બંધ કર્યા ત્યારે રૂ. 3.17 કરોડ જેટલી થઈ હતી.


જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે બુધવારે રાત્રે 10 વાગ્યા સુધી 2.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. જો કે બીજા દિવસે પણ લાખો લોકોએ દર્શન કર્યા હતા આથી બીજા દિવસે પણ દાનની રકમ લાખોની ઉપર પહોંચી ગઈ હતી. જોકે બુધવારે મળેલા દાનની ગણતરી હજુ બાકી છે.


જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાના કારણે હાલમાં મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે. અગાઉ આ સમય સવારે 7 થી 11:30 સુધીનો હતો, તેમજ બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધીનો હતો. કડકડતી ઠંડી અને ધુમ્મસ હોવા છતાં લોકો મંદિરની બહાર કતારોમાં ઊભેલા જોવા મળ્યા હતા. રામપથ અને મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તો ‘જય શ્રી રામ’ના નારા લગાવતા જોવા મળ્યા હતા.


તેમજ અયોધ્યામાં અસાધારણ ભીડને જોતા, VIP અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આગામી 7 થી 10 દિવસમાં અયોધ્યા ધામની મુલાકાતની યોજના ના બનાવવા માટે વિનંતી કરવામાં આવી છે. અને જો કોઈ દર્શને આવવા ઈચ્છે છે તો પહેલા, સ્થાનિક વહીવટીતંત્ર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અથવા ઉત્તર પ્રદેશ સરકારને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker