અયોધ્યામાં દિવાળીમાં ભવ્ય દીપોત્સવની તૈયારીઓ, ઓનલાઈન દીપ પણ પ્રગટાવી શકાશે | મુંબઈ સમાચાર
નેશનલ

અયોધ્યામાં દિવાળીમાં ભવ્ય દીપોત્સવની તૈયારીઓ, ઓનલાઈન દીપ પણ પ્રગટાવી શકાશે

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં આ વખતે દિવાળીમાં 26 લાખ દીપ પ્રજવલિત કરવામાં આવશે તેમજ 2100 શ્રદ્ધાળુઓ સામૂહિક મહાઆરતી સામેલ થઈને વિશ્વ રેકોર્ડ બનાવશે. જયારે ડિજીટલ પહેલ અંતર્ગત પ્રવાસન વિભાગે ” એક દિયા રામ કે નામ ” ની શરુઆત કરી છે. જેમાં વિશ્વના કોઈ પણ સ્થળેથી ઓનલાઈન દીપ પ્ર્ગટાવી શકાશે.

દિવ્ય અયોધ્યા એપ દ્વારા ડિજિટલ દીવા પ્રગટાવી શકાશે

આ અંગે યુપીના પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે ઓનલાઈન નોંધણી કરાવીને શ્રદ્ધાળુઓ વર્ચ્યુઅલ દીવો પ્રગટાવીને ભગવાન શ્રી રામને તેમની ભક્તિ અર્પણ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે અયોધ્યા દીપોત્સવ હવે લોકોને જોડતો વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે. શ્રદ્ધાળુ દિવ્ય અયોધ્યા એપ દ્વારા વિશ્વભરના ડિજિટલ દીવા પ્રગટાવી શકે છે.

રામ જ્યોતિ રૂપિયા 2,100ની કિંમતનું પેકેજ

તેમણે જણાવ્યું હતું કે આ એપ પર શ્રદ્ધાળુ માટે ત્રણ પેકેજ ઉપલબ્ધ છે. જેમાં રામ જ્યોતિ રૂપિયા 2,100 ની કિંમતનું પેકેજ છે. તેમાં રોલી, સરયુ પાણી , અયોધ્યાની ધૂળ, રામદાન, ખાંડની મીઠાઈ, રક્ષાસૂત્ર, હનુમાન ગઢીના લાડુ અને ચરણ પાદુકા (લાકડાના ચંપલ) શામેલ છે. ઓનલાઈન પ્રતિજ્ઞા પૂર્ણ કર્યા પછી આ સંપૂર્ણ પ્રસાદ તમારા ઘરે પહોંચાડવામાં આવશે.

રૂપિયા 1,100 માં સીતા જ્યોતિ નામનું પેકેજ

તેવી જ રીતે, રૂપિયા 1,100 માં સીતા જ્યોતિ નામનું પેકેજ છે. માતા સીતાને સમર્પિત, આ પેકેજમાં રોલી, સરયુ પાણી , રામદાન, રક્ષાસૂત્ર અને હનુમાન ગઢીના લાડુનો સમાવેશ થાય છે. જયારે રૂપિયા 501 ની કિંમતના લક્ષ્મણ જ્યોતિ પેકેજમાં રોલી, અયોધ્યાની ધૂળ, રામદાન, રક્ષાસૂત્ર અને ખાંડની મીઠાઈનો સમાવેશ થાય છે. ભક્તો ઓનલાઈન પ્રતિજ્ઞા લઈને ઘરે બેઠા આ પેકેજ મેળવી શકે છે. દિવ્ય અયોધ્યા એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આ પણ વાંચો…દિવાળી પર ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર, આટલા વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button