અયોધ્યા: રામ મંદિરના ઉદ્ઘાટન સાથે જ ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી(Ayodhya)માં દેશ વિદેશથી રામ ભક્તો અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હવે અગામી સમયમાં અયોધ્યામાં નિર્માણ થનારી ભવ્ય મસ્જિદ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઇસ્લામના સિદ્ધાંતો પર પાંચ મિનાર વાળી ‘મુહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ’ (Muhammad Bin Abdullah Mosque) ના નિર્માણનું લોકાર્પણ કરવા માટે પવિત્ર ઈંટ એપ્રિલમાં અયોધ્યા પહોંચવાની છે.
અહેવાલો મુજબ આ ઈંટ પર પવિત્ર કુરાનની કલમો સોનાથી લખેલી છે, આ ઈંટ હાલ મુંબઈમાં છે. Ayodhyaમાં બનનારી આ મસ્જિદમાં ભગવા રંગની કુરાન પણ રાખવામાં આવશે, જે અહીં આવનાર લોકોને દેશની ગંગા-જામુની સંસ્કૃતિની ઝલક બતાવશે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 5 એકર જમીનમાં ભવ્ય મસ્જિદ પણ બનવા જઈ રહી છે. આ મસ્જિદ ન માત્ર આર્કીટેક્ચરની દૃષ્ટિએ અદ્ભુત હશે પરંતુ સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ પણ સ્થાપિત કરશે. સુત્રોના જણાવ્યા મુજબ મસ્જીદનું નિર્માણ આ વર્ષે ઈદ પછી એપ્રિલમાં શરૂ થશે અને તે પહેલા પવિત્ર કાળી માટીની ઈંટ અયોધ્યા પહોંચાડવામાં આવશે. આ પવિત્ર ઈંટ પર કુરાનની આયાતો સોનામાં લખેલી છે. આ ઈંટને ગુસલ કરાવવા મુંબઈથી મક્કા શરીફ અને મદીના શરીફમાં મોકલવામાં આવી હતી, જે મુંબઈ પરત ફરી છે.
આ પવિત્ર ઈંટને મક્કા શરીફ અને મદીના શરીફમાં ઝમઝમના પવિત્ર પાણી અને અત્તરથી શુદ્ધ કર્યા બાદ ભારત લાવવામાં આવી છે. ઈંટના આગળના ભાગમાં આયતો અને ઇસ્લામના પયગંબરનું નામ ચારેબાજુ સોનામાં લખેલું છે.
પવિત્ર ઈંટને 29મી ફેબ્રુઆરીએ મુંબઈમાં એક કાર્યક્રમમાં રજુ કરવામાં આવશે, ત્યારબાદ ઈંટને અજમેર શરીફ પણ લાવવામાં આવશે. ધાનીપુરમાં ‘મોહમ્મદ બિન અબ્દુલ્લા’ મસ્જિદના નિર્માણ માટે જવાબદાર ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (આઈઆઈએફસી) દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ, આ પવિત્ર ઈંટને ઈદ પછી એપ્રિલ મહિનામાં અયોધ્યા મોકલવામાં આવશે.
રોડ મારફતે 5 દિવસના યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ઈંટને ‘દુઆ’ અર્પણ કરવામાં આવશે. તેના અયોધ્યામાં આગમન બાદ અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ શરુ કરવામાં આવશે. ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સભ્ય અને મસ્જિદ નિર્માણ સમિતિના વડાએ કહ્યું કે છે, “આ મસ્જિદ હશે અલ્લાહની ઈબાદત અને લોકોના કલ્યાણ માટે હશે. તેથી જ આ પવિત્ર ઈંટ લાવવામાં આવી રહી છે કે તે અલ્લાહનું કામ છે. મક્કા-મદીનાથી વધુ સારી બીજી કઈ જગ્યા હોઈ શકે. આ ઈંટ અયોધ્યા પહોંચશે ત્યારે દરેક જગ્યાએ તેનું સ્વાગત અને દુઆ કરવામાં આવશે. દરેક સમુદાયના લોકો તેમાં ભાગ લેશે.”
મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદમાં ઘણી ખાસ વસ્તુઓ હશે જે એપ્રિલમાં જ્યારે તેનું નિર્માણ શરૂ થશે ત્યારે જાહેર કરવામાં આવશે. માહિતી અનુસાર, તેમાં ‘ભાગવા’ રંગનું કુરાન પણ લોકો માટે રાખવામાં આવશે. તેને ખાસ તૈયાર કરવામાં આવશે જે 21 ફૂટ લાંબુ હશે અને બંને બાજુથી 18-18 ફૂટ ખુલશે.
અયોધ્યામાં રામજન્મભૂમિ પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે સરકારને ધન્નીપુર ગામમાં મસ્જિદ માટે 5 એકર જમીન આપવાનું કહ્યું હતું. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે એક કમિટી બનાવી છે. મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદમાં હોસ્પિટલ અને શૈક્ષણિક કેન્દ્ર પણ હશે. આ ઉપરાંત 9 હજાર લોકો નમાઝ અદા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે…
Discover the 6 lucky signs on your palm that reveal hidden aspects of your destiny, wealth, success, and fortune in life. Explore palmistry insights now!