અયોધ્યામાં જગદગુરુ પરમહંસચાર્યને મળી બીજી વાર જાનથી મારી નાંખવાની ધમકી, પોલીસે તપાસ શરુ કરી

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યાના તપસ્વી છાવણીના વડા જગદગુરુ પરમહંસચાર્યને પંદર દિવસમાં બીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે મળતી માહિતી મુજબ 29 જાન્યુઆરીના રોજ રાત્રે એક યુવકે તેમને ફોન કરીને તેમને ગાળો આપી અને ધમકી આપી હતી.
આ અંગે જગદગુરુ પરમહંસચાર્યે અયોધ્યા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ પૂર્વે તેમને 17 જાન્યુઆરીના રોજ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આપણ વાચો: અયોધ્યામાં મકરસંક્રાંતિ પર્વ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાશે, ભગવાન રામને ખીચડીનો વિશેષ ભોગ ધરાવાશે
સતત હિન્દુ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે
આ અંગે પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે. જગદગુરુ પરમહંસચાર્યે ચિંતા વ્યક્ત કરી હતી કે તેમને ધમકીઓ મળી રહી છે, છતાં તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો નથી. તેમણે કહ્યું કે તેઓ સતત હિન્દુ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે. આ કારણે તેઓ લાંબા સમયથી કટ્ટરપંથીઓના નિશાના પર છે.
યુજીસીના નવા નિયમોનો વિરોધ કર્યો હતો
આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે જો તેમની સાથે કોઈપણ અનિચ્છનીય ઘટના ઘટશે તો જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ જવાબદાર રહેશે.
આ આચાર્ય તાજેતરમાં યુજીસીના નવા નિયમોનો વિરોધ કરીને અને “ઇચ્છા મૃત્યુ” ની માંગણી કરીને વડાપ્રધાન મોદીને પત્ર લખીને ચર્ચામાં આવ્યા હતા.
પોલીસ બંને ધમકીઓની તપાસ શરુ કરી
અયોધ્યા પોલીસ બંને ધમકીઓની તપાસ કરી રહી છે. ફોન નંબર અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. જગદગુરુ પરમહંસચાર્યે આશા વ્યક્ત કરી કે ગુનેગારો ટૂંક સમયમાં પકડાઈ જશે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.



