નેશનલ

અયોધ્યામાં હોટલનું બિલ શેર કરીને વ્યક્તિએ કહ્યું કે રામના નામની…..

અયોધ્યા: જ્યારે પણ આપણે ક્યાંક બહાર જઈએ છીએ ત્યારે આપણે બહાર જ જમવું પડે છે. અને મોટાભાગે આપણે પ્રિફર કરતા હોઇએ છીએ કે શક્ય ત્યાં સુધી કોઈ સ્વચ્છ હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમીએ. જો કે આજના સમયમાં જમવાનું ઘણું મોઘું પડતું હોય છે પરંતુ બહાર ફરવા ગયા હોય ત્યારે તમારી પાસે બહાર જમવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. હા એવું બને કે કોઈ હોટેલમાં વધારે મોઘું ભોજન મળે તો વળી કોઈ હોટેલમાં વ્યજબી ભાવ હોય પરંતુ આપણે કોઈ નવા વિસ્તારમાં ફરવા ગયા હોઈએ ત્યારે આપણને એ ખબર નથી હોતી કે અહીની કંઈ હોટેલમાં સસ્તુ અને સારું ભોજન મળી રહેશે. પરંતુ જ્યારે કોઈ જગ્યાએ આપણે વિચાર્યું હોય તેના કરતા પણ વધારે પૈસા જમવાના કે નાસ્તાના ચૂકવવા પડે ત્યારે સ્વાભાવિક આપણને ગુસ્સો આવી જાય. આવું જ એક વ્યક્તિ સાથે થયું જ્યારે તે અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા પહોંચ્યો ત્યારે તેણે એક હોટલમાં નાસ્તો કર્યો અને પછી તેને ભાવ વધારે વાગતા તે હોટલનું બિલ સોશિયલ મિડીયા પર શેર કર્યું અને લખ્યું કે રામના નામે લૂંટ થાય છે, લોકો એમજ વિચારે છે કે લૂંટી શકો તેટલું લૂંટી લો’ જ્યારે વ્યક્તિની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ, ત્યારે લોકોએ તેના પર પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તમને અયોધ્યામાં શબરી રસોઇનું બિલ જોવા મળશે. આ બિલમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ પાસેથી ચા માટે 55 રૂપિયા અને ટોસ્ટ માટે 65 રૂપિયા લેવામાં આવ્યા છે.

આ બિલ પણ બહુ જૂનું નથી. તેના પર 22 જાન્યુઆરી 2024ની તારીખ લખેલી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટને સોશિયલ મિડીયા પર ગોવિંદ પ્રતાપ સિંહ નામના વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટને અત્યાર સુધી 1 લાખ 63 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

પોસ્ટ જોયા બાદ એક યુઝરે લખ્યું હતું કે જો તમે તીર્થસ્થાનને પર્યટન સ્થળ બનાવશો તો લોકોને કોઈ શ્રદ્ધા રહેશે નહિ. દરેક વ્યક્તિ રામના નામે કમાવામાં લાગેલા છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે 200 રૂપિયાની CCDની કોફી કદાચ તમને સસ્તી લાગતી હોવી જોઈએ, ખરું ને? તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે જ્યાં ચા 5-10 રૂપિયામાં મળતી હોય તેવા સસ્તા વિકલ્પો પણ જોવા હતા ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button