Rammandir: હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા ને સુમધુર સંગીતે સર્જ્યું અલૌકિક વાતાવરણ
અયોધ્યાઃ અયોધ્યા શહેરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ટા થઈ ચૂકી છે ત્યારે આ ઐતિહાસિક ઘડી સોને માટે અવિસ્મરણીય છે. જ્યારે ગર્ભગૃહમાં પૂજાવિધિ ચાલી રહી હતી ત્યારે સેનાના હેલિકોપ્ટરે મંદિર પરિસરમાં પુષ્પવર્ષા કરી હતી. હેલિકોપ્ટરે મંદિર પરિસરમાં અનેક રાઉન્ડ કર્યા. તે દરમિયાન તેમાંથી ફૂલોનો વરસાદ થતો રહ્યો. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડી રહ્યાં છે. બધા મહેમાનોના હાથમાં ઘંટ છે. જે તે આરતી દરમિયાન વગાડશે. સમગ્ર કેમ્પસ રામધૂનમાં મગ્ન છે. એકસાથે વાગતા વાદ્યોને લીધે વાતાવરણમાં પવિત્રતા ફેલાઈ છે. ચોમેર જાણે રામનામનો ધ્વનિ ગૂંજતો હોય તેવું વાતાવરણ હતું. પીએમ મોદી ભક્તિભાવ સાથે તમમ પૂજવિધિ કરતા જોવા મળ્યા હતા. પૂજારીઓનો મંત્રોચ્ચાર પણ વાતાવરણને ધર્મ અને પવિત્રતાથી છલકાવી રહ્યો હતો. આખા દેશમાં દિવાળીનો માહોલ છે ત્યારે રામલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતાં જ લોકોએ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું છે. આજે આખો દેશ ભગવાન રામમય બની ગયો છે.