અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી, 28 લાખ દીવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત... | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી, 28 લાખ દીવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત…

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે 9મો દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેના પગલે સમગ્ર અયોધ્યા નગરી સજાવવામાં આવી છે. આજે ઉજવાઈ રહેલા દીપોત્સ્વમાં રામ કી પૈડી થી લઈને સરયુના કિનારે બનેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવા ઝળહળી રહ્યા છે. તેમજ 26 લાખ દીવાના ગિનીસ રેકોર્ડ તોડીને 28 લાખ દીવાનો નવો રેકોર્ડ સ્થાપિત
કર્યો છે.

દીપોત્સવની છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારી

અયોધ્યા દીપોત્સવની છેલ્લા ઘણા મહિનાઓથી હજારો સ્વયંસેવકો તૈયારી કરી રહ્યા હતા. આજે રામ કી પૈડી સહિત સરયુ નદીના 56 ઘાટો પર 28 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ કાર્ય અવધ યુનિવર્સિટી અને સ્વૈચ્છિક સંસ્થાઓના 33,000 સ્વયંસેવકો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.

સીએમ યોગીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના દર્શન કર્યા

આ પૂર્વે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે રામકથા પાર્ક હેલિપેડ પર પુષ્પક વિમાનના મોડેલ પર બનાવેલા હેલિકોપ્ટરમાંથી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામકથા પાર્કના મંચ પર શ્રી રામને તિલક કર્યું હતું.

આ રાજ્યાભિષેક સમારોહ દરમિયાન રામકથા પાર્ક જય શ્રી રામ ના નારાઓથી ગુંજી ઉઠ્યું. સીએમ યોગીએ શ્રી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને ગુરુ વશિષ્ઠને તિલક, માળા અને આરતી પણ કરી હતી. તેની બાદ મુખ્યમંત્રી યોગીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો…યોગી આદિત્યનાથે કહ્યું, અયોધ્યામાં દીપોત્સવ 500 વર્ષના અંધકાર પર આસ્થાનો વિજય

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button