અયોધ્યામાં 240 ફૂટના રાવણના પૂતળા દહન પર પ્રતિબંધ મુકાયો

અયોધ્યા: દેશમાં ચાલી રહેલા નવરાત્રી પર્વ બાદ વિજયા દશમીના દિવસે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તૈયાર કરવામાં આવેલા 240 ફૂટનું રાવણનું પૂતળું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેમાં સુરક્ષા કારણોસર 240 ફૂટનું રાવણના પૂતળાનું અને 190 ફૂટના રાવણ પૂતળાના દહન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અયોધ્યામાં વિજયા દશમીના દિવસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના સૌથી ઉંચા પૂતળાઓનું દહન અયોધ્યા ફિલ્મ કલાકારો રામલીલા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અયોધ્યાના રામ કથા પાર્કમાં આ પૂતળાઓનું નિર્માણ એક મહિનાથી ચાલી રહ્યું હતું.
સમિતિને હજુ સુધી પરવાનગી મળી નથી
આ અંગે અયોધ્યાના પોલીસ સર્કલ ઓફિસર દેવેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સલામતીના કારણોસર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને રામલીલાનું આયોજન કરતી સમિતિને હજુ સુધી પરવાનગી મળી નથી. તેમણે ઉમેર્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન પૂતળા નિર્માણ થતું જોવા મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
સીએમ યોગી પાસે મંજુરીની માંગ
આ દરમિયાન ફિલ્મ કલાકાર રામલીલા સમિતિના સ્થાપક પ્રમુખ સુભાષ મલિકે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોના કારીગરોએ 240 ફૂટ ઊંચા રાવણ અને અન્ય પૂતળાઓનું નિર્માણ પૂર્ણ કરી દીધું હતું. પરંતુ દહનના ત્રણ દિવસ પહેલા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેના લીધે હજારો રૂપિયાના ખર્ચે બનાવેલા ત્રણ પૂતળા નકામા જશે. દશેરા માટે તૈયાર કરાયેલા રાવણના પૂતળા ન બાળવા અશુભ માનવામાં આવે છે.તેમણે પીએમ મોદી અને સીએમ યોગી પાસે માંગ કરી છે કે અયોધ્યામાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણની 240 ફૂટ ઊંચી પૂતળાઓના દહન કરવામાં દેવામાં આવે.
આ પણ વાંચો…કેનેડામાં જય શ્રીરામનો જયઘોષ! અયોધ્યાની પ્રેરણાથી બની નોર્થ અમેરિકાની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ