અયોધ્યામાં અત્યારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હવે આ જ તૈયારીઓને લઈને જ એક મહત્વની માહિતી સામે આવી રહી છે. અયોધ્યામાં પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પહેલાં આજે ટ્રાયલ રન લેવામાં આવી હતી અને રનવે પર એરક્રાફ્ટ લેન્ડ કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જ અયોધ્યા એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.
અહીંયા તમારી જાણ માટે કે 17મી જાન્યુઆરી, 2024થી પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે અને આખું અઠવાડિયું વિવિધ કાર્યક્રમ ચાલશે અને એ પહેલાં વિવિધ પ્રોજેક્ટને પૂરા કરવાની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.
હવે ટૂંક સમયમાં જ અયોધ્યા એરપોર્ટપરથી વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે અને 30મી ડિસેમ્બરના આ એરપોર્ટ પર પહેલી ફ્લાઈટ દિલ્હીથી લેન્ડ થશે અને એ પહેલાં વ્યવસ્થાની તપાસ માટે આજે એટલે કે 22મી ડિસેમ્બરના ટ્રાયલ રન લેવામાં આવ્યું હતું અને એ જ દરમિયાન એરક્રાફ્ટ પહેલી વખત અયોધ્યા એરપોર્ટના રનવે પર પહેલી વખત ફ્લાઈટ લેન્ડ કરવામાં આવી હતી.
અહીંયા તમારી જાણ માટે એરલાઈન્સ કંપની ઈન્ડિગો પહેલાં તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ ટેક ઓફ અને લેન્ડિંગ ચાલશે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિગો અયોધ્યા એરપોર્ટ પરથી ઓપરેશન કરનારી પહેલી એરલાઈન હશે અને અયોધ્યા એરલાઈન કંપનીનું 86મુ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન હશે. મળી રહેલી માહિતી પ3માણે દિલ્હીથી અયોધ્યા વચ્ચેનું અંતર 1 કલાક 20 મિનીટમાં પાર કરાશે.
એરપોર્ટ સિવાય અયોધ્યાને ટૂંક સમયમાં જ એક વર્લ્ડક્લાસ ફેસિલિટીથી સજ્જ રેલવે સ્ટેશન પણ મળવા જઈ રહ્યું છે. અયોધ્યાનું રેલવે સ્ટેશન દેશનું સૌથી સુંદર અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યા રેલવે સ્ટેશનનું પહેલાં તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે અને એ માટે રૂપિયા 240 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને 31મી ડિસેમ્બરના, 2023 સુધી રેલવે સ્ટેશનનું કામ પૂરું કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને