નેશનલ

દેશમાં પગાર સરેરાશ ૯.૮ ટકા વધશે

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૪માં ભારતની કંપની ૯.૮ ટકા પગાર વધારો આપશે તેવો અંદાજ એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩માં ૧૦ ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો હતો. ‘સેલેરી બજેટ પ્લાનિંગ ઈન્ડિયા રિપોર્ટ’ પ્રમાણે ભારતમાં વર્ષ ૨૦૨૪માં સરેરાશ પગાર વધારો ૯.૮ ટકા જેટલો થઈ શકે છે. એપ્રિલ અને મે, ૨૦૨૩માં સરવે કરવામાં આવ્યો હતો.

વિશ્ર્વભરના ૧૫૦ દેશમાંથી લગભગ ૩૨,૫૧૨ પ્રતિભાવ મળ્યા હતા. ભારતથી ૭૦૮ પ્રતિભાવ મળ્યા હતા. એશિયા પેસિફિકના દેશોમાંથી ૭૩૭૨ સંસ્થાઓએ પ્રતિભાવ આપ્યો હતો. એશિયા પેસિફિકના દેશોમાં ભારત સૌથી વધુ પગાર વધારો આપે છે. ૨૦૨૪માં વિયેટનામમાં ૮ ટકા, ચીનમાં ૬ ટકા, ફિલિપાઈન્સમાં ૫.૭ ટકા અને થાઈલેન્ડમાં પાંચ ટકા પગાર વધારો થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. એક ક્ધસલ્ટન્ટે કહ્યું કે વિવિધ ક્ષેત્રની કંપની દ્વારા કોસ્ટ સ્ટ્રકચર પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આઈટી ક્ષેત્રમાં ભૂતકાળમાં ૧૧થી ૧૨ ટકાનો પગાર વધારો આપવામાં આવતો હતો જે વર્ષ ૨૦૨૪માં ૧૦ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

મેન્યુફેકચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, મીડિયા, ગેમિંગ વિગેરે ક્ષેત્રમાં પગાર વધારો વધુ રહેશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. ટેક્નોલોજી, મીડિયા અને ગેમિંગ ફાયનાન્સિયલ સર્વિસિસ અને રિટેલ સેક્ટરમાં ૧૦ ટકાની પગાર વૃદ્ધિ થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…