નેશનલ

ગુજરાતમાં સરેરાશ માસિક પગાર દેશના ૧૮ રાજ્ય કરતાં ઓછો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દુનિયાભરમાં ભૂખમરો, જળવાયુ સંકટ, ફૂડ સપ્લાય ઉપરાંત બેરાજગારી મોટી સમસ્યા છે ત્યારે અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના એક સરવેમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે કે ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના ૧૮ રાજ્યો કરતા ઓછો એટલે કે સરેરાશ માસિક પગાર ૧૩,૨૬૬ રૂપિયા છે. આ બાબતમાં ગુજરાત દેશમાં ૧૯મા ક્રમે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ગુજરાતમાં ધંધો છે, રૂપિયાની રેલમછેલ છે, ગુજરાતની ગણતા ભારતના સૌથી સમૃદ્ધ રાજ્ય તરીકે થાય છે, પરંતુ રિપોર્ટ મુજબ, ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના ૧૮ રાજ્યો કરતાં ઓછો છે. ગુજરાતમાં નોકરી કરતા લોકોનો સરેરાશ માસિક પગાર ૧૩,૨૬૬ રૂપિયા છે. આ મામલે ગુજરાત દેશમાં ૧૯મા ક્રમે છે. તાજેતરમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા સ્ટેટ ઑફ ઈન્ડિયા રિપોર્ટ-૨૦૨૩ મુજબ, દિલ્હીમાં નોકરી કરતા લોકોનો સરેરાશ માસિક પગાર દેશમાં સૌથી વધુ ૨૩,૫૮૦ રૂપિયા છે. જ્યારે છત્તીસગઢમાં સૌથી ઓછો ૯,૭૧૬ રૂપિયા છે. આ રિપોર્ટમા ગુજરાત છેક ૧૯ મા ક્રમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button