નેશનલ

ઈરાનમાં હિમસ્ખલનથી પાંચ પર્વતારોહકોનાં મોત અને ચાર ઘાયલ

તેહરાન: પશ્ર્ચિમ ઈરાનમાં હિમસ્ખલનથી પાંચ પર્વતારોહકો માર્યા ગયા અને અન્ય ચાર ઘાયલ થયા હોવાનો સત્તાવાર અહેવાલ શનિવારે જાણવા મળ્યો હતો. સરકારી સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે રાજધાની તેહરાનથી લગભગ ૩૦૦ કિલોમીટર દક્ષિણપશ્ર્ચિમમાં સાન બોરાન શિખર પરથી બચાવ ટીમોએ પાંચ પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. અન્ય ચાર ઘાયલને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે સ્થાનિક પ્રશાસન દ્વારા સંભવિત જોખમ અંગે ચેતવણી છતાં પર્વતારોહકોની નવ-સભ્યની ટીમે ગુરુવારે તેમની યાત્રા શરૂ કરી હતી. ઓશ્ત્રનકુહ પર્વતમાળાની સૌથી ઊંચી ૪૧૫૦ મીટર (લગભગ ૧,૩૬,૦૦ ફીટ) ટોચ પર તાજેતરના અઠવાડિયામાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ હતી. ઈરાનમાં ક્યારેક ક્યારેક જીવલેણ હિમપ્રપાત જોવા મળે છે. આ અગાઊ ૨૦૨૦માં, તેહરાનની ઉત્તરે પર્વતીય વિસ્તારમાં હિમપ્રપાતને લીધે શ્રેણીમાં બાર જણનાં મોત થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા