નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

UPIનો ઉપયોગ કરનારા સાવધાન ! બની શકો છો Auto Pay Fraudના શિકાર, આ રીતે બચો

નવી દિલ્હી : દેશમાં ડિજિટલ પેમેન્ટ વધારવામાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ની મહત્વની ભૂમિકા છે. UPI એ વ્યવહારો એટલો સરળ બનાવ્યો છે કે આજે મોટાભાગના વિક્રેતાઓથી લઈને રિક્ષાચાલકો સુધી દરેક લોકો UPIનો ઉપયોગ કરી રહ્યા છે. UPIની સફળતાએ દુનિયાને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. જેના કારણે હવે તમે ઘણા દેશોમાં UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો. ભારતમાં કરોડો લોકો UPI દ્વારા દૈનિક વ્યવહારો કરે છે.

આ સંખ્યા દરરોજ વધી રહી છે. જો કે તેનાથી ખતરો પણ વધી ગયો છે. છેતરપિંડી કરનારાઓ હવે UPI યુઝર્સને નિશાન બનાવીને છેતરપિંડી કરી રહ્યા છે. જેમાં હાલમાં ઑટોપે એ છેતરપિંડીની નવી પદ્ધતિ છે.

UPI ઑટોપે છેતરપિંડી શું અને કેવી રીતે કરવામાં આવે છે?

UPI ઑટોપે છેતરપિંડી એક સરળ સિદ્ધાંત પર કામ કરે છે. આમાં UPI યુઝર્સને ખોટી માહિતી પર વિશ્વાસ કરીને છેતરવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ વપરાશકર્તાઓને સસ્તો માલ ખરીદવા માટે લલચાવે છે અથવા અમુક સેવા માટે ચુકવણી માટે રિક્વેસ્ટ મોકલે છે. તમે અજાણતામાં UPI કલેક્ટ મની અથવા ઑટોપેની વિનંતીને મંજૂર કરો છો.

યુપીઆઈ આઈડી જાણતો હોય તો તેની માટે આ વધુ સરળ

જ્યારે તમને લાગે છે કે ઑટોપેની રિક્વેસ્ટ યોગ્ય છે ત્યારે આ રિક્વેસ્ટ કરનાર વ્યક્તિ છેતરપિંડી કરે છે. જેને ઉદાહરણ થીસમજીએ તો ધારો કે તમે કોઈપણ OTTનું સબ્સ્ક્રિપ્શન લઈ રહ્યાં છો. એક દિવસ પછી આ ઓટીટી પ્લેટફોર્મ તમને ચુકવણી માટે રિક્વેસ્ટ મોકલશે. તમને લાગે છે કે આ તમે લીધેલ સબ્સ્ક્રિપ્શન માટે ચુકવણી માટેની રિક્વેસ્ટ છે. તમે ચુકવણી કરો છો. પરંતુ વાસ્તવમાં આ છેતરપિંડી કરનાર દ્વારા તેના એકાઉન્ટમાંથી શરૂ કરવામાં આવેલ અસલી UPI ઑટોપે વિનંતી છે. તેથી જો તમે ભૂલથી આ રિક્વેસ્ટને એ વિચારીને મંજૂર કરો છો તો તમે ઓટો પે છેતરપિંડીના શિકાર બન્યા છો. કારણ કે આ કિસ્સામાં રિક્વેસ્ટ અસલી છે પરંતુ તે નાંણા મેળવનાર વ્યક્તિ ખોટો છે. આનું કારણ એ છે કે તમે વાસ્તવિક રિક્વેસ્ટ અને છેતરપિંડી વાળી રિક્વેસ્ટ વચ્ચે તફાવત નથી કરી શકતા. આ રીતે છેતરપિંડી કરનારાઓ તમારી પાસેથી પૈસા લેવાનો પ્રયાસ કરી શકે છે. જો એ તમારો યુપીઆઈ આઈડી જાણતો હોય તો તેની માટે આ વધુ સરળ બની જાય છે.

UPI છેતરપિંડી કરવી ખૂબ જ સરળ છે

UPI ID સામાન્ય રીતે મોબાઇલ નંબર અને UPI પ્રદાતાનું વિસ્તરણ છે. છેતરપિંડી કરનારા આનો ફાયદો ઉઠાવે છે. મોબાઇલ નંબર અને વિગતો એ સરળ લક્ષ્ય છે કારણ કે ફોન નંબરો ઘણીવાર ઇ-શોપિંગ, રેસ્ટોરન્ટ્સ, મોલ્સ, પાર્કિંગ લોટ વગેરે જેવા સ્થળોએ શેર કરવામાં આવે છે. આ કારણે, છેતરપિંડી કરનારાઓ માટે UPI ID ક્રેક કરીને છેતરપિંડી કરવાનું સરળ બની જાય છે.

છેતરપિંડીનો શિકાર ન બનવા શું કરવું?

  • તમારા બેંક એકાઉન્ટને સીધા UPI ID સાથે લિંક કરવાનું ટાળો.
  • વૉલેટનો ઉપયોગ કરવો વધુ સારો છે

આનાથી મોટી છેતરપિંડી ટાળવામાં મદદ મળશે. છેતરપિંડી કરનારાઓ ઘણીવાર ભાવનાત્મક યુક્તિઓનો ઉપયોગ કરે છે. જેમ કે કટોકટીમાં કુટુંબના સભ્ય હોવાનો ડોળ કરવો. આ યુક્તિઓથી સાવચેત રહો અને આવી રિક્વેસ્ટને નકારી કાઢો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ