ભારતના સમર્થન આવ્યું ઓસ્ટ્રેલિયા, કહ્યું ભારત વિપુલ તકોથી ભરેલો દેશ | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતના સમર્થન આવ્યું ઓસ્ટ્રેલિયા, કહ્યું ભારત વિપુલ તકોથી ભરેલો દેશ

સિડની : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ડેડ ઇકોનોમી હોવાનો કટાક્ષ કર્યો હતો. જોકે, ટ્રમ્પના આ નિવેદન બાદ હવે ઓસ્ટ્રેલિયા ભારતના સમર્થન આવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયા ટ્રમ્પના ડેડ ઇકોનોમીના કટાક્ષને બાજુ પર મૂકીને ભારત વિપુલ તકોથી ભરેલો દેશ હોવાનું જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી ડોન ફેરેલે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા ટેરિફના વિરોધમાં છે. તેમણે આ વાત ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ દ્વારા ભારત પર અમેરિકા દ્વારા લાગુ કરવામાં આવેલા 50 ટકા ટેરિફની આલોચના કર્યા બાદ
જણાવી છે.

સંરક્ષણવાદ કોઈ રસ્તો નથી

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી ડોન ફેરેલે જણાવ્યું હતું કે, બંને દેશો મુક્ત અને નિષ્પક્ષ વેપારમા માને છે. અમારું માનવું છે કે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો સૌથી મહત્વનો માર્ગ મુક્ત, નિષ્પક્ષ અને ખુલ્લો વેપાર કરવો છે. અમે ઓસ્ટ્રેલિયા કે ભારત પર ટેરિફ લગાવવાનું સમર્થન નથી કરતા. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે, સંરક્ષણવાદ કોઈ રસ્તો નથી. આ ઉપરાંત તેમણે ભારત સાથે આર્થિક સહયોગનું પણ આહ્વવાન કર્યું હતું.

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સપ્લાય ચેઇન સુધારવા આહવાન

તેમણે વધુમાં જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા ભારતમાં રોકાણ કરવા ઈચ્છે છે. ઓસ્ટ્રેલિયાની જેમ ભારત પણ એક સમૃદ્ધ લોકશાહી છે. તેમજ અમે અમે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભારત જેવા દેશો સાથે મળીને કામ કરવા માંગીએ છીએ અને ભારતમાં વિપુલ તકો છે. ફેરેલે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાને પણ ભાગ્યશાળી દેશ કહેવામાં આવે છે. અમારી પાસે આ બધા મહત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ તત્વોનો વિશ્વનો સૌથી મોટો ભંડાર છે. અમે ભારતના લોકો સાથે અમારી ખુશી શેર કરવા માંગીએ છીએ. અમે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સપ્લાય ચેઇન સુધારવા માંગીએ છીએ.

આ પણ વાંચો…જ્યોર્જ સોરોસ અમેરિકામાં હિંસા ભડકાવી રહ્યા હોવાનો ટ્રમ્પનો આક્ષેપ, સોરોસનું ભારત સાથે શું છે કનેક્શન ?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button