August માં એક-બે નહીં આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBIએ આપ્યું કારણ…

August માં એક-બે નહીં આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBIએ આપ્યું કારણ…

જુલાઈ મહિનો પૂરો થઈ ગયો અને એની સાથે જ 2025ના સાત મહિના પૂરા થઈને આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો. જો તમે પણ આ મહિને બેંકિંગના કેટલાક કામ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એ પહેલાં આ સમાચાર વાંચી લો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ચાલો તમને જણાવીએ શું છે આ મહત્વના સમાચાર…

દર મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજાઓ એટલે કે બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને હવે આ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે તેની યાદી પણ સામે આવી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં ઓલમોસ્ટ અડધો મહિનો બેંકો બંધ રહેશે, જેને કારણે તમારા કામ ખોરવાઈ શકે છે એટલે પહેલાં આ યાદી જોઈ લો. ચાલો જોઈએ આવતા મહિને ક્યારેય ક્યારે બંધ રહેશે બેંકો-

ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ હશે બેંક હોલીડે-

  1. 3જી ઓગસ્ટના રોજ કેર પૂજાને કારણે ત્રિપુરા અને રવિવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે
  2. 8મી ઓગસ્ટના રોજ સિક્કીમ અને ઓડિશામાં ટેંડોંગને કારણે બેંકો બંધ રહેશે
  3. 9મી ઓગસ્ટના બીજો શનિવાર અને રક્ષાબંધનને કારણે બેંકોમાં રજા રહેશે
  4. 10મી ઓગસ્ટના રવિવારના બેંકોમાં જાહેર રજા રહેશે
  5. 13મી ઓગસ્ટના મણિપુરમાં દેશભક્ત દિવસની ઉજવણી નિમિત્તે બેંકો હોલીડે રહેશે
  6. 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે નેશનલ હોલીડેને કારણે બેંકોમાં રજા રહેશે
  7. 16મી ઓગસ્ટના જન્માષ્ટમી, પારસી નવા વર્ષ નિમિત્તે દેશભરની બેંકોમાં રજા રહેશે
  8. 17મી ઓગસ્ટના રવિવારે બેંકોમાં રજા રહેશે
  9. 26મી ઓગસ્ટ ગણેશ ચતુર્થીને કારણે કર્ણાટક અને કેરળમાં બેંકો બંધ રહેશે
  10. 27મી ઓગસ્ટના ગણેશ ચતુર્થી નિમિત્તે આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ ઓડિશા, સિક્કિમ, તામિલનાડુ, તેલંગણામાં બેંકો બંધ રહેશે
  11. 28મી ઓગસ્ટના નુઆખાઈને કારણે ઓડિશા, પંજાબ અને સિક્કિમમાં બેંકોમાં રજા રહેશે.

પણ વાંચો…પાંચ રૂપિયાના સિક્કાને લઈને RBIએ કરી દીધી મહત્ત્વની સ્પષ્ટતા, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button