નેશનલ

Atul Subhash Suicide : કોર્ટે પત્ની નિકિતા સિંઘાનિયા સહિત ચાર આરોપીના જામીન મંજૂર કર્યા

બેંગલુરુ : બેંગલુરુના બહુચર્ચિત અતુલ સુભાષ આત્મ હત્યા(Atul Subhash Suicide)કેસમાં સિટી સિવિલ કોર્ટે પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયા સહિત તમામ આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. આ પહેલા કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. આ કેસમાં સુનાવણી દરમિયાન મૃતક અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાના વકીલે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા તેમની ધરપકડ ગેરકાયદે છે. કારણ કે પોલીસે આપેલ કારણો યોગ્ય નથી. જોકે. કોર્ટે જામીનનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

બેંગલુરુ પોલીસે ધરપકડ કર્યા બાદ નિકિતા ન્યાયિક કસ્ટડીમાં હતી.

અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાની બેંગલુરુ પોલીસે ગુરુગ્રામથી ધરપકડ કરી હતી અને માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગની પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી હતી. અતુલ સુભાષે પત્ની સહિત ત્રણેય પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો. આ ત્રણેય પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે. અતુલે નિકિતા અને તેના પરિવાર પર ઉત્પીડન અને છેડતીનો આરોપ લગાવ્યો હતો.

અતુલે નિકિતા પર ખોટા કેસ દાખલ કરવાનો આરોપ લગાવ્યો

અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા 1 કલાક 23 મિનિટ લાંબો વીડિયો અને 24 પાનાની સુસાઈડ નોટ જાહેર કરી હતી, જેમાં તેની પત્ની અને તેના પરિવાર પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. તેણે સિંઘાનિયા પર કેસના સમાધાન માટે 3 કરોડ રૂપિયાની માંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. અતુલે નિકિતા પર અનેક ખોટા કેસ દાખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. નિકિતા સિંઘાનિયાએ બાદમાં CJM કોર્ટમાં છૂટાછેડાનો કેસ અને હત્યા, હુમલો અને અકુદરતી સેક્સનો કેસ પાછો ખેંચી લીધો હતો.

અતુલ સુભાષ વિરુદ્ધ જૌનપુર કોર્ટમાં ત્રણ કેસ પેન્ડિંગ

અતુલ સુભાષ વિરુદ્ધ જૌનપુર કોર્ટમાં ત્રણ કેસ પેન્ડિંગ છે. આમાં દહેજ પ્રથા અને મારપીટ સાથે જોડાયેલો મામલો છે, જેના પર આગામી સુનાવણી 12 જાન્યુઆરી, 2025ના રોજ નક્કી કરવામાં આવી છે. અતુલ મૂળ બિહારનો હતો અને તેના સાસરિયાઓ મૂળ જૌનપુરના હતા. આ કેસની સુનાવણી જૌનપુર ફેમિલી કોર્ટમાં ચાલી રહી હતી. અતુલે પોતાના આરોપમાં કહ્યું હતું કે ન્યાયાધીશ રીટા કૌશિકે તેમની પાસે કેસ પતાવવા માટે 5 લાખ રૂપિયા પણ માંગ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button