આમચી મુંબઈનેશનલ

સાવધાન, જો તમને પણ આવ્યો છે આવો મેસેજ તો…

ભારત જ નહીં પણ એશિયાના સૌથી ઉદ્યોગપતિમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Buisnessman Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) સંપન્ન થયા. આ લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આપણે અહીં વાત કરવાના છીએ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક મેસેજ વિશે.

વાઈરલ થઈ રહેલાં આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઘરમાં હાલમાં જ સંપન્ન થયેલાં આ ખુશહાલી પ્રસંગે મુકેશ અંબાણી રિલાયન્સ જિયો યુઝર્સને ત્રણ મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપી રહ્યા છે. આ મેસેજ હિંદીમાં હોઈ ફ્રી રિચાર્જ મેળવવા માટે એક લિંક પર ક્લિક કરવાનું જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું છે આ મેસેજ પાછળની સચ્ચાઈ…

મળી રહેલી માહિતી પ્રમાણે આ મેસેજ સદંતર ફેક હોવાનું જાણવા મળ્યું છે. રિલાયન્સ જિયો દ્વારા આવી કોઈ ઓફર યુઝર્સને આપવામાં નથી આવી અને વાઈરલ થઈ રહેલો આ મેસેજ ફેક હોઈ તેના પર વિશ્વાસ નહીં કરવાની અપીલ પણ રિલાયન્સ જિયો દ્વારા કરવામાં આવી રહી છે. આ મેસેજમાં 12મી જુલાઈના રોજ અનંત અંબાણીના લગ્ન નિમિત્તે મુકેશ અંબાણી દેશભરના જિયો યુઝર્સને ત્રણ મહિના માટે 799 રૂપિયાનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવશે. આ માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું જણાવવામાં આવ્યું છે. આ મેસેજમાં મહાકેશબેક નામની અજાણી સાઈટની લિંકનો સમાવેશ થાય છે.

સાઈબર એક્સપર્ટ્સ દ્વારા પણ યુઝર્સને આવી કોઈ પણ શંકાસ્પદ લાગતી લિંક પર ક્લિક નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. જિયો યુઝર્સે ઓફિશિયલ માય જિયો એપ પર કે પછી ગૂગલ પે જેવી વિશ્વસનીય ઓનલાઈન એપની મદદથી જ રિચાર્જ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. વાઈરલ ફેક મેસેજમાં ફેક લિંક આપવામાં આવી છે. આવી ફેક લિંક પર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ પણ ખાલી શઈ શકે છે, એવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.

વોટ્સએપ પર ફેક કે સ્કેમ મેસેજ ઓળખીને આપણે કોઈ પણ ફ્રોડ કે સ્કેમનો ભોગ બનતાં બચી શકીએ છીએ. વાત કરીએ કે વોટ્સએપ કે એસએમએસમાં આવેલા મેસેજ સાચા છે કે ખોટા એ કઈ રીતે ઓળખવાની તો આ માટે સૌથી મહત્ત્વની વાત એટલે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર ક્લિક કરવાનું ટાળો. એમાં પણ ખાસ કરીને એવા મેસેજ પર કે જેના પર લિંક પર ક્લિક કરવાની સૂચના આપવામાં આવી હોય. આવા મેસેજ ફેક હોઈ શકે છે અને એવા મેસેજ ફોર્વર્ડ કરવાનું પણ ટાળો.

સાઈબર ક્રિમીનલ લોકોને છેતરવા માટે નિતનવા ગતકડાં અજમાવતા હોય છે અને લોકો એનો ભોગ બનતા હોય છે. દેશમાં હાલમાં સૌથી વધુ ઓનલાઈન ફ્રોડના કેસ નોંધાઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker