ઝારખંડમાં ભાજપ નેતા સીતા સોરેન પર ગોળીબારનો પ્રયાસ, જાણો કોણે કર્યો હુમલો

રાંચી: ઝારખંડના ધનબાદમાં ભાજપ નેતા અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના ભાભી સીતા સોરેન હુમલો (Attack on Sita Soren) થયો હતો. સીતા સોરેન ધનબાદમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતાં, ત્યારે હોટેલમાં ગોળીબારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે, હુમલામાં સીતા સોરેન બચી ગયા. ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓએ આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો. સીતા સોરેન પૂર્વ મુખ્ય પ્રધાન શિબુ સોરેનની પુત્રવધૂ છે
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં EVM ખરાબ, ઝારખંડમાં બરાબરઃ કૉંગ્રેસ પર અમિત શાહના પ્રહાર
કોણે કર્યો હુમલો:
અહેવાલ મુજબ સીતા સોરેનના ભૂતપૂર્વ પીએ દેવાશીષ ઘોષે જ હુમલો કર્યો હતો. સીતા સોરેન એક લગ્નમાં હાજરી આપવા માટે ધનબાદમાં કતરાસ પહોંચી હતી. સીતા સોરેન જે હોટલમાં રોકાયા હતાં, દેવાશીષ એમાં છુપાઈને બેઠો હતો, સીતાને જોતા જ તેણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. દેવાશીષે સીતા તરફ પિસ્તોલ તાકી. પરંતુ, ગોળી ચાલે તે પહેલાં હાજર સુરક્ષા કર્મચારીઓની આરોપીને પકડી લીધો. આરોપીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
આ કારણે થયો હુમલો?
સીતા સોરેન પર હુમલાનો પ્રયાસ થયા બાદ હોબાળો મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિધાનસભા ચૂંટણી દરમિયાન સીતા સોરેન અને દેવાશીષ ઘોષ વચ્ચે ફંડ બબાતે વિવાદ થયો હતો. આ વિવાદ બાબતે આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
સીતા સોરેન જે હોટેલમાં રોકાયા હતાં ત્યાં સુરક્ષા માટે CRPF અને પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
બે બંદુકો મળી આવી:
પૂર્વ વિધાનસભ્ય સીતા સોરેનની ફરિયાદ પર કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી દેવાશીષ ઘોષની ધરપકડ કરવામાં આવી છે. હોટલના રૂમમાં એક પિસ્તોલ અને એક એર ગન મળી આવી છે. આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઝારખંડ પોલીસ આરોપી દેવાશીષની પૂછપરછ કરી રહી છે.