નેશનલ

નાઇજીરિયામાં કેનેડિયન હાઈ કમિશન પર હુમલો બેનાં મોત, અનેક ઘાયલ

અબુજા (નાઇજીરિયા) : નાઇજીરિયામાં કેનેડા હાઈ કમિશન પર હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે. સ્થાનિક ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર નાઇજીરિયાની રાજધાની અબુજામાં કેનેડિયન હાઈ કમિશનમાં વિસ્ફોટમાં બે લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એફસીટી ફાયર સર્વિસના મર્સી ડગ્લાસે જણાવ્યું હતું કે, જનરેટર બિલ્ડિંગની અંદર હતું તે ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો, જેને કારણે જનરેટરનું સંચાલન કરતી કંપનીમાં કામ કરતા બે લોકોના મોત થયા હતા અને ઉમેર્યું હતું કે વિસ્ફોટમાં બિલ્ડિંગની બહાર બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ વિસ્ફોટનો વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં સફેદ ક્યુબ જેવી ઇમારતની પાછળથી કાળા ધુમાડાના ગોટેગોટા ઊડતા જોવા મળી રહ્યા છે.

સ્થાનિક અગ્નિ શમન દળે આગને કાબૂમાં લીધી હતી. વિસ્ફોટને કારણે મૃત્યુ પામનારાઓ અને ઘાયલ થનારાઓ લોકોમાંથી કોઈ કેનેડિયન નાગરિકત્વ ધરાવે છે કે નહીં એ બાબતે કોઇ જાણકારી મળી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…