દિલ્હીમાં પડકાર બનશે આતિશી: ભાજપના ભાથામાંથી કયું શસ્ત્ર વધુ અસરકારક નીવડશે? જાણી જ લો !
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાં પછી હવે દિલ્હી સરકારનું સુકાન આતિશી માર્લેન સંભાળશે. 21 મીએ શપથ લેનારા આતિશી દિલ્હીની મહિલાઓનો અવાજ બનશે. એક અંદાજ પ્રમાણે દિલ્હીમાં 68 લાખથી વધુ મહિલાઓ છે જે આગામી 6 મહિનામાં યોજાનારી ચૂંટણીમા મતદાન કરશે. કેન્દ્રમાં ભાજપ અને સહયોગી દળની સરકાર હોવા છ્તાં દિલ્હીમાં જ ભાજપનું નામો નિશાન નથી, જે ભાજપને પણ ખટકે છે. પણ કેજરીવાલનો કોઈ તોડ મળતો નથી.
હવે જ્યારે આતિશી મુખ્યમંત્રી બનશે ત્યારે બેક સીટ ડ્રાઇવિંગ કેજરીવાલ જ કરશે. ત્યારે મહિલા સામે મહિલા ચહેરો ઉતારી ભાજપ ચૂંટણીનાં ચકરાવાને પોતાના પલડામાં લાવવા ભરપૂર મહેનત કરશે. આ માટે અત્યારે તદ્દન સરકારી ગતિવિધિ સિવાય તમામ બાબતોમાં પ્રવૃત એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને દિલ્હીમાં જવાબદારી સોંપાઈ શકે છે. અમેઠીમાં કારમી હાર પછી સ્મૃતિ ઈરાની લગભગ ક્યાંય દૃશ્યમાં નથી થતાં. એક તો પાર્ટીનો લોકપ્રિય ચહેરો અને વળી પાછો કેન્દ્રીય મંત્રી તરીકેનો બહોળો અનુભવ એટલે ભાજપ દમદાર મહિલા ચહેરા તરીકે આતિશી સામે સ્મૃતિ ઈરાની મેદાનમાં ઉતારી શકે છે.
દિવંગત કેન્દ્રિય મંત્રી સુષ્મા સ્વરાજના એડ્વોકેટ પુત્રી બાંસુરી સ્વરાજ ભલે રાજનીતિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોય પણ રાજનીતીમાં હજુ શિખાઉ છે અને લોકસભા બેઠક જીતીને સાંસદ બન્યા છે. પાર્ટીની વિચારધારાને વરેલા છે એટલે ભાષણ દમદાર આપી શકે. પણ આતિશી સામે ટક્કર ના લઈ શકે તેવું જાણકારો પણ માને છે. જોકે સ્મૃતિ ઈરાની ને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઈ જવાબદારી સોંપાઈ નથી. અને એવિ પણ સંભાવના છે કે મહારાષ્ટ્રમાં આ લોકપ્રિય ચહેરાને પાર્ટી ધૂયાધાર પ્રચારમાં જોતરી શકે છે. પણ જો દિલ્હી વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની છૂટની એક સાથે થાય તો પાર્ટીની અસમંજસ વધી જશે.
આ પણ વાંચો: આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે…
દિલ્હીની 68 લાખથી વધુ મહિલાઓને રિઝવવા ટીમ ભાજપાને જો સ્મૃતિ ઈરાની લીડ કરે તો કદાચ મોટો ફેર પડી શકે. પણ જોવાનું એ છે કે, ભાજપ મોવડી મંડળ સ્મૃતિ ઈરાની પર આટલો મોટો જુગાર ખેલશે કે કોઈ નવા ચહેરાને આગળ કરશે ?
આતિશી શનિવારે સંભાળશે પદ્ભાર
દિલ્હીનાં મુખ્યમંત્રી પદ પરથી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી 21 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. કેજરીવાલે 17 સપ્ટેમ્બર સાંજે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને સીએમ પદ પરથી રાજીનામું સોંપ્યું હતું.
તેમની સાથે આતિશી અને 4 મંત્રીઓ હાજર હતા. આ પછી આતિશીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નરને શપથગ્રહણની તારીખ નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. દિલ્હી સરકારે 26અને ૨૭ સપ્ટેમ્બરે બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું છે.
આ પણ વાંચો: આતિશીના રૂપમાં કેજરીવાલનો ‘માસ્ટર સ્ટ્રોક’-જાણો,કેમ આતિશી જ દિલ્લીની CM
આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. આ પહેલા ભાજપના સુષ્મા સ્વરાજ પહેલા સીએમ બન્યા હતા. જો કે તેમનો કાર્યકાળ ૫૨ દિવસનો હતો. આ પછી કોંગ્રેસ સરકારમાં શીલા દીક્ષિત સીએમ બન્યા હતા. શીલા દીક્ષિત સતત ત્રણ વખત સીએમ રહી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ 15 વર્ષ અને ૨૫ દિવસનો હતો.