
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્યોએ આતિશીને દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યા હતાં. આતિશી(Atishi)એ આજે સોમવારે દિલ્હીના આઠમા મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ મુખ્ય પ્રધાન ઓફિસમાં રામયણ જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આતિશી કેજરીવાલ જે ખુરશીમાં બેસતાએ ખાલી રાખીને બાજુની ખુરશી બેઠેલા જોવા મળ્યા હતા, જેવું ભરતે રામના વનવાસ દરમિયાન અયોધ્યાનું રાજપાટ સંભાળવા પર કર્યું હતું.
આતિશીએ ચાર્જ સંભાળ્યા પછી કહ્યું કે, “હું ચાર મહિના દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે કામ કરીશ, જેમ કે ભરતે ભગવાન રામના ખડાઉનને સિંહાસન પર રાખીને કર્યું હતું. અરવિંદ કેજરીવાલે રાજનીતિમાં પદ છોડીને ગૌરવનો દાખલો બેસાડ્યો છે. ભાજપે તેમની છબી ખરાબ કરવામાં કોઈ કસર છોડી નથી.”
નોંધનીય છે કે, વિપક્ષે આરોપ લગાવ્યા છે કે આતિશી માત્ર નામ માત્રના મુખ્ય પ્રધાન છે ખરેખર સત્તા કેજરીવાલના હાથમાં જ રહશે. જોકે આતિશીએ પણ શપથવિધિ પહેલા કહ્યું હતું કે દિલ્હીના એક જ મુખ્ય પ્રાધાન છે, અરવિંદ કેજરીવાલ.
આતિશીએ આ જે જણાવ્યું હતું કે ભગવાન રામ જ્યારે 14 વર્ષ માટે વનવાસમાં ગયા હતા ત્યારે ભરતની લાગણી જેવી જ લાગણી હું અનુભવી રહી છું.
આતિશીએ કહ્યું કે “આશા છે કે લોકો ફેબ્રુઆરીની ચૂંટણીમાં કેજરીવાલને પાછા ચૂંટશે, ત્યાં સુધી તેમની ખુરશી સીએમ ઓફિસમાં રહેશે.”
આતિશીએ શનિવારે તેમના કેબિનેટ સાથે શપથ લીધા હતા, જેમાં મુખ્ય સભ્યોએ કેજરીવાલ સરકારમાંથી તેમના પોર્ટફોલિયો જાળવી રાખ્યા હતા.
આતિશીએ કેજરીવાલ સરકારમાં 13 પોર્ટફોલિયો જાળવી રાખ્યા છે, જેમાં શિક્ષણ, મહેસૂલ, નાણા, પાવર અને જાહેર બાંધકામ વિભાગ (PWD) નો સમાવેશ થાય છે.
Also Read –