Atishi Marlena સામે ED કાર્યવાહી કરી શકે છે, આજે ED પાર લગાવ્યા હતા આરોપ

નવી દિલ્હી: દિલ્હી સરકારમાં પ્રધાન પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ED એ આ આરોપોને નકારી કાઢ્યા છે.
એક ટીવી ચેનલના અહેવાલ મુજબ EDના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક આરોપી વ્યક્તિઓના CCTV ફૂટેજને કાઢી નાખવા અંગે ED પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા છે. આરોપીઓના તમામ નિવેદનો સીસીટીવી સર્વેલન્સ હેઠળ રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને આ ફૂટેજ ટ્રાયલ કોર્ટને આપવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ માત્ર વિડિયો ફોર્મેટમાં જ રેકોર્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે તે સમયની ઉપલબ્ધ સીસીટીવી સિસ્ટમમાં ઓડિયો રેકોર્ડ કરવાની સુવિધા નહોતી. ED અધિકારીઓ દ્વારા ક્યારેય કોઈ ઓડિયો રેકોર્ડિંગ દૂર કરવામાં આવ્યું નથી.
તેમણે કહ્યું કે EDની અગાઉની સીસીટીવી સિસ્ટમમાં ઓડિયોની સુવિધા ઉપલબ્ધ ન હતી. ઇડી પ્રોફેશનલ રીતે કાર્યવાહીમાં સેંકડો નિવેદનો રેકોર્ડ કરે છે. AAPના નેતાઓ તેમના પરના આરોપો પરથી ધ્યાન હટાવવા માટે રોજેરોજ પાયાવિહોણા આક્ષેપો કરે છે. ઑક્ટોબર 2023 માં, ED ઑફિસમાં CCTV સિસ્ટમને નવી સુવિધાઓ અને વધુ સ્ટોરેજ સાથે આધુનિક બનાવવામાં આવી હતી. જેના કારણે પૂછપરછનું ઓડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે. આ પછી સંજય સિંહ સહિત તમામ આરોપીઓની ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ સાથે પૂછપરછ કરવામાં આવી છે. AAP પ્રધાન આતિશી માર્લેનાના આ ખોટા, પાયાવિહોણા, દૂષિત આરોપોને ધ્યાનમાં રાખીને, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેની સામે ગંભીર કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. 1 રૂપિયો પણ રીકવર થયો નથી. તેમણે કહ્યું કે અમે ડરતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે આરોપીઓને સરકારી સાક્ષી બનાવીને આખો ઈડી કેસ કરવામાં આવી રહ્યો છે. આતિશીએ EDની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે EDએ કપટપૂર્ણ રીતે નિવેદનો લીધા છે.