દિલ્હીમાં ‘તખ્તો’ પલટાયો પણ ‘આપ’નો મૂડ નહીંઃ વિપક્ષનાં નેતા તરીકે આતિશીની પસંદગી

નવી દિલ્હીઃ નવી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી સત્તામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તામાં આવ્યા પછી મુખ્ય પ્રધાન તરીકે રેખા ગુપ્તાની વરણી કરવામાં આવી છે, ત્યારે વિપક્ષનાં નેતા તરીકે આમ આદમી પાર્ટીએ આતિશી પણ કળશ ઢોળ્યો છે, તેથી વિધાનસભામાં સત્તાપક્ષની સામે વિપક્ષનાં પણ નેતા મહિલા રહેશે. વિધાનસભાનું સત્ર આવતીકાલથી શરુ થશે, ત્યારે આ વખતે સત્રમાં ભાજપ સત્તામાં છે, જ્યારે વિપક્ષમાં આદ આદમી પાર્ટી હશે, તેથી આ સત્ર તોફાની બની શકે છે.
વિધાનસભાના સત્ર અંગે થઈ ચર્ચા
દિલ્હી વિધાનસભાનું સત્ર શરુ થયા પૂર્વે આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પૂરી થયા પછી દિલ્હી આમ આદમી પાર્ટીના પ્રભારી અને બાબરપુર વિધાનસભાની બેઠકના વિધાનસભ્ય ગોપાલ રાયે કહ્યું હતું કે દિલ્હીનાં પૂર્વ મુખ્ય પ્રધાન અને કાલકાજી બેઠકનાં વિધાનસભ્ય આતિશી વિધાનસભામાં વિપક્ષનાં નેતા હશે. અહીંની બેઠકમાં વિધાનસભા સત્રના એજન્ડા અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
Also read: કેજરીવાલ કરતા આતિશી હજાર ગણા સારાઃ વીકે સક્સેનાએ શા માટે આમ કહ્યું?
સત્તામાંથી વિપક્ષમાં કેવી રહેશે ભૂમિકા?
આમ આદમી પાર્ટીના મુખ્યાલયમાં આયોજિત બેઠકમાં ‘આપ’ના સ્થાપક અરવિંદ કેજરીવાલ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આતિશી, જરનૈલ સિંહ, સંજીવ ઝા, વીર સિંહ ધિગાન અને પ્રવેશ રતન સહિત અન્ય વિધાનસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં આયોજિત વિધાનસભ્યની બેઠકમાં આતિશીએ સર્વસમંતિથી આતિશીને વિધાનસભામાં વિપક્ષનાં નેતા પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે સંદીપ પાઠકને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સત્તામાંથી બાકાત થયા પછી હવે વિપક્ષના નેતા તરીકે ભૂમિકા કેવી ભજવે છે એ જોવાનું રહ્યું છે. વિપક્ષનાં નેતા તરીકે સંજીવ ઝાએ નામ મૂક્યું હતું, જ્યારે તમામ વિધાનસભ્યોએ તેના પર મંજૂરીની મહોર મારી હતી.
દિગ્ગજ નેતાઓ હાર્યા પણ લાજ બચાવી આતિશીએ
દિલ્હીનાં પૂર્વ વિધાનસભ્ય આતિશી કાલકાજી વિધાનસભાના મતવિસ્તારમાંથી બીજી વખત ચૂંટાયા છે. 2025ની ચૂંટણીમાં આતિશીએ ભાજપના કદાવાર નેતા રમેશ બિઘુડીને હરાવવામાં સફળ રહ્યા હતા, જ્યારે પાર્ટીનું નાક પણ બચાવી લીધું હતું. આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન જેવા દિગ્ગજ નેતાઓ હાર્યા હતા. જોકે, આવતીકાલથી શરુ થનારું ત્રણ દિવસનું સત્ર તોફાની બની શકે છે. વિપક્ષનાં નેતા તરીકે પસંદગી કરવામાં આવ્યા પછી આતિશીએ કહ્યું હતું કે એક મજબૂત વિપક્ષ કઈ રીતે કામ કરે એ અમે બતાવીશું. કેગના રિપોર્ટ મુદ્દે ભ્રમ ફેલાવવામાં આવે છે, જ્યારે મહિલાઓના એકાઉન્ટમાં 2,500 રુપિયા કઈ રીતે આવશે એ અમારો એજન્ડા રહેશે.