ભાજપ દિલ્હી સરકારને તોડવા ષડ્યંત્ર રચી રહી છે! આતિશીએ કર્યો મોટો દાવો

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) મનીલોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ છે, ત્યારે દિલ્હી સરકારના વહીવટમાં આતિશી આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યા છે. આતિશી સતત ભારતીય જનતા પાર્ટી (BJP) ને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. અતિશીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભાજપનું એક જ કામ છે. ચૂંટાયેલી સરકારોને તોડી પાડવી. જ્યાં ભાજપની જીત નથી થતી, ત્યાં તે વિધાનસભ્યો ખરીદીને પાછલા બારણે સરકાર બનાવવાનો પ્રયાસ કરે છે.
આતિશીએ કહ્યું કે બીજેપીએ દિલ્હીમાં પણ આવો જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ ન થયા. ભાજપ વિધાનસભ્યોને ખરીદીને સરકારને પાડી ન શકી. તેથી હવે તેમણે બીજું ષડયંત્ર શરૂ કર્યું છે, દિલ્હીની ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
આતિશીએ કહ્યું, ‘હું બીજેપીને કહેવા માંગુ છું કે દિલ્હીની જનતા બધું જોઈ રહી છે. લોકો જાણે છે કે તેમના માટે જો કોઈ કામ કરે છે તો તે અરવિંદ કેજરીવાલ જ છે. જો ભાજપ અરવિંદ કેજરીવાલની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર કરશે તો દિલ્હીની જનતા આગામી ચૂંટણીમાં તેમને જડબાતોડ જવાબ આપશે. જો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગે તો બીજેપીને ચૂંટણીમાં ઝીરો બેઠકો જીતશે. હું આ વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું.
Also Read –