નેશનલ

અથ શ્રી ભાગવત કથા: ‘કોઈ પણ પોતે ભગવાન બની ગયા’ -સંઘ સુપ્રિમોના કોના પર વાકબાણ ?

હરિયાણાની વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ પછી ચૂંટણીની દૂદૂંભી વાગવાની ઉતેજના પ્રવતી રહી છે ત્યારે સંઘ સુપ્રીમો મોહનરાવ ભાગવતનું એક નિવેદન,સ્પસ્ટ કરે છે કે ભાજપ અને સંઘ વચ્ચે બધુ બરાબર નથી. જેની વિપરીત અસર મહારાષ્ટ્ર ચૂંટણી પર પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. મોહન રાવ ભગતે એક નિવેદનમાં કહ્યું છે કે ‘આપણે ભગવાન બનીશું કે નહીં તેનો નિર્ણય જનતા કરશે. કોઈએ પણ પોતે ભગવાન બની ગયા છે તેવો દાવો જાતો કરવો જોઈએ નહીં’ ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ‘હું કોઈ બાયોલોજિકલ સંતાન નથી તેવી મને ખાતરી થઈ ગઈ છે.’ હવે ભાગવતનું આ નિવેદન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જ સંદર્ભમાં હોવાની ચર્ચાએ દેશની સૌથી મોટી પાર્ટી ભાજપમાં મત-મતાંતર ઊભા કરી ગઈ છે.

ભાગવતે સાંકેતિક રીતે એવું પણ ઉચ્ચાર્યું કે, ‘શાંત રહેવાને બદલે વીજળીની જેમ ચળકવું જોઈએ. વાસ્તવમાં વીજળી ત્રાટકે તે પછી તો પહેલાં કરતાં પણ વધારે ઘનઘોર અંધારું જામે છે. સાચા કાર્યકર સેવકોએ વીજળી જેમ ચમકવાને બદલે દીવા જેમ પ્રજવળવું જોઈએ અને જયારે જરુર પડે ત્યારે જ ઝગારો મારવો જોઈએ. પણ જ્યારે કોઈ ચમકે ત્યારે તે પ્રકાશ માથા પર નહીં આવવો જોઈએ. (અભિમાની નહીં બનવું જોઈએ.) વિચારોની ઊંડાઈ કાર્યની ઉંચાઈને વધારે છે તેવી સલાહ ભાગવતે આપી હતી.’

સંઘ સુપ્રીમો મોહનરાવ ભાગવત મણીપુરમાં બાળ શિક્ષણ સેવાના ભેખધારી અને 1971 સુધી સતત કાર્યશીલ રહેલા શંકર દિનકર કાણે (ભૈયાજી તરીકે ઓળખાતા)ના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા.

હાલમાં માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ ઉતરપ્રદેશ ભાજપમાં પણ કઈ સમું-સૂતરું નથી. યોગીના બુલડોજર પર કોર્ટની સખત ટિપ્પણી, ઉપરાંત યુપીમાં મૌખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેનો ખટરાગ સપાટી પર આવ્યો છે. લોકસભા ચૂંટણીમા ઉત્તરપ્રદેશમાં ભાજપને જે અપેક્ષા હતી તેના કરતાં બિલકુલ વિપરીત પરિણામો આવતા કેટલાકે વડાપ્રધાનના નિવેદનને જવાબદાર ગણાવ્યા હતા. વિકાસને બદલે ધર્મ પરની ટિપ્પણીઓએ ભાજપની નાવડી ગંગાના વહેણમાં ડૂબાડી હોવાના આરોપો તો ખુદ વિપક્ષ પણ કરી રહ્યો છે. પરિણામે દિલ્લી અને ઉત્તરપ્રદેશ વચ્ચે મતભેદની એક મોટી તિરાડ પડી છે. તો બિહારમાં પણ નીતિશકુમાર ભાજપમાં પરત આવ્યા પછી હજુ ‘સ્થિરતા’સાધી શક્યા ના હોવાના ઈન્પુટ્સ ભાજપમાં આવી રહ્યા છે. ત્યારે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ પટણા દોડવું પડે તેવી સ્થિતિ વચ્ચે સંઘ સુપ્રીમો મોહન રાવ ભાગવતનું નિવેદન ભાજપ માટે અગમ વાણી સાબિત થાય તો નવાઈ નહીં રહે .

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button