ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

લાલ ગ્રહે કર્યું રાશિ પરિવર્તન: આ રાશિના લોકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ, શરૂ થશે અચ્છે દિન…

ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતા મંગળ ગ્રહે જન્માષ્ટમીના દિવસે રાશિ પરિવર્તન કર્યું છે. જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. 26મી ઓગસ્ટના બપોરે 3.40 કલાકે મંગળ ગ્રહે મિથુન રાશિમાં ગોચર કર્યું છે અને આગામી 20મી ઓક્ટોબરના રોજ બપોરે 2:46 વાગ્યા સુધી મિથુન રાશિમાં રહેશે. મંગળના આ ગોચરને કારણે મેષ સહિત અમુક રાશિના લોકો ધનવાન બની શકે છે. સાથે જ તેમને વિદેશમાં નોકરી અને મિલકત મેળવવાની તક મળી શકે છે. આવો જાણીએ મિથુન રાશિમાં મંગળના ગોચરથી કઈ રાશિઓ પર તેની સારી અસર થશે.

મેષ:
મિથુન રાશિમાં મંગળનું ગોચર મેષ રાશિના જાતકોની હિંમત અને બહાદુરીમાં વધારો કરશે. જો તમે વિદેશી કંપની અથવા વિદેશમાં નોકરી માટે અરજી કરી છે, તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદેશમાં સ્થાયી થવાનું સ્વપ્ન પણ પૂરું થઈ શકે છે. આ સમય દરમિયાન, તમારામાં અદ્ભુત ઊર્જા હશે, જેના કારણે તમે દરેક પડકારને સરળતાથી પાર કરી શકશો. પૂજા-પાઠમાં મન રહેશે. તો પારિવારિક બાબતોમાં વાણી પર નિયંત્રણ રાખવું પડશે.

મિથુન:
આ રાશિના જાતકો માટે ગ્રહોના સેનાપતિ મંગળનું થઈ રહેલું ગોચર વિશેષ લાભદાયી રહેશે. મંગળના શુભ પ્રભાવને કારણે તમારી આવકમાં વધારો થઈ શકે છે અને તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમય દરમિયાન, તમે નવી મિલકત ખરીદી શકો છો અથવા તમારા પિતા પાસેથી કોઈ મિલકત પ્રાપ્ત કરી શકો છો. કોઈ મોટું સરકારરી કામ મળી શકે છે. કામના સ્થળે બોસ કે ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે.

સિંહ:
સિંહ રાશિના જાતકો માટે પણ મંગળનું થયેલું આ રાશિ પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને નવી નોકરીની ઓફર મળશે. નોકરી સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો દૂર થઈ રહી છે. બેંક બેલેન્સ વધી રહ્યું છે. પારિવારિક સંબંધોમાં મીઠાશ આવશે.

કન્યા:
સિંહ રાશિના જાતકો માટે પણ મંગળનું ગોચર ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યું છે. કામના સ્થળે તમારા બોસ તમારા કામથી ખુશ રહેશે અને તમારું નેટવર્કિંગ મજબૂત બનશે. ભવિષ્યમાં આનાથી તમને ફાયદો થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. લોકોનો તમારા પરનો વિશ્વાસ વધશે.

મકરઃ
મંગળનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે. કોઈ સરકારી કામ અથવા કોઈ મોટો સોદો મળી શકે છે, જેનાથી તમને આર્થિક લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદેશમાં નોકરી કે બીજા દેશમાં રહેવાનું સપનું પૂરું થઈ રહ્યું છે. કોઈ નવો બિઝનેસ કે નવું કામ શરૂ કરવા માટે એકદમ સમય અનુકૂળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button