નવી દિલ્હીઃ કોરોનાની મહામારી બાદ રક્ષણ માટે લેવામાં આવેલી વેક્સિનને લીધે હૃદયરોગના હુમલાઓ અને અન્ય બીમારીઓ વધી ગઈ છે તેવી ફરિયાદો થતી હતી ત્યારે હવે વેક્સિન બનાવનારી કંપનીએ યુનાઈટેડ કિંગડમની કોર્ટમાં જે સ્વીકાર કર્યો છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી.
એક અહેવાલ અનુસાર યુકેની પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ -19 રસી લોકોમાં TTS જેવી આડઅસર કરી શકે છે. કંપનીએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નામની આડઅસર પેદા કરી શકે છે તમને જણાવી દઈએ કે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમના કારણે શરીરમાં લોહીના ગાંઠાનું નિર્માણ થઈ શકે છે જે સ્ટ્રોક અથવા કાર્ડિયાક અરેસ્ટ જેવી ઘટનાઓનું કારણ બને છે.
યુકેની પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી લોકોમાં TTS જેવી આડઅસર કરી શકે છે. કંપનીએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નામની દુર્લભ આડઅસર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહીના ગાંઠાનું થઈ શકે છે જે સ્ટ્રોક અથવા કાર્ડિયાક અરેસ્ટ જેવી ઘટનાઓનું કારણ બને છે.
ગયા વર્ષે, જેમી સ્કોટ નામના વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી કારણ કે તે લોહીના ગંઠાઈ જવાથી પીડાય છે. સ્કોટે માહિતી આપી છે કે એપ્રિલ 2021 માં રસી લીધા પછી, તેના મગજમાં લોહીનો ગાંઠા થઈ ગયા હતા અને રક્તસ્ત્રાવ શરૂ થયો, જેના કારણે મગજમાં કાયમી ઈજા થઈ અને તે કામ કરી શક્યો નહીં. મે 2023 માં, કંપનીએ કહ્યું કે તેઓ સ્વીકારતા નથી કે વેક્સિનને કારણ TTSની તકલીફ સામાન્ય રીતે ઊભી થઈ શકે.
એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ રસી બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે સહયોગ કર્યો હતો. કંપની સામે હાલમાં થયેલા કે અનુસાર આ વેક્સિનના કારણે મૃત્યુ થયા છે અથવા તો તેમના આરોગ્યને ગંભીર અસર થઈ છે. કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા કાનૂની દસ્તાવેજમાં, એસ્ટ્રાઝેનેકા ફાર્માસ્યુટિકલ કંપનીએ જણાવ્યું હતું કે તે માને છે કે રસી, ખૂબ જ ઓછા કિસ્સાઓમાં, ટીટીએસનું કારણ બની શકે છે. એક અખબારી અહેવાલે જણાવ્યું હતું કે કંપનીએ કહ્યું છે કે આનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
યુકેની કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં અસરગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારો લગભગ £100 મિલિયનના (સો મિલિયન પાઉન્ડ)ના વળતરની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે સત્ય અમારી સાથે છે અને અમે હાર માનીશું નહીં. AstraZeneca એ રસી આપવા માટે વૈશ્વિક સ્તરે સૌથી મોટી વેક્સિન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) સાથે પણ સહયોગ કર્યો હતો.
ભારતમાં પણ કરોડો લોકોએ આ વેક્સિન લીધી છે અને છેલ્લા ત્રણેક વર્ષોમાં હૃદયરોગને લગતી બીમારી અને મૃત્યુનું પ્રમાણ વધ્યું છે જેને કોરોના વેક્સિનની આડઅસર તરીકે લોકો ફરિયાદો કરતા હતા, પરંતુ ભારત સરકારે અને નિષ્ણાતોની ટીમે આ વાતને જે તે સમયે નકારી હતી. આ સાથે નિષ્ણાતોએ લોકોને ફરી જણાવ્યું છે કે આ ચિંતાનો વિષય નથી.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ