ટોપ ન્યૂઝનેશનલ

વિધાનસભા ચૂંટણી : 5 રાજ્યોમાં 1,760 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ, રોકડ, દારૂ જપ્ત

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે, અને લોકસભા માટે નિર્ણાયક સાબિત થશે પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે, અને હાલ આ રાજ્યોમાં આચારસંહિતા લાગુ છે એવામાં ચૂંટણીપંચે જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાં મતદારોને આકર્ષવાના હેતુસર અત્યાર સુધીમાં રૂ. 1,760 કરોડથી વધુ રૂપિયાની મફતની ભેટ-સોગાદો, ડ્રગ્સ, રોકડ, દારૂ અને કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આ આંકડો અગાઉ વર્ષ 2018માં જ્યારે વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ હતી તેના કરતા ઘણો વધારે છે. 2018માં રૂ. 239.15 કરોડ જેટલી કિંમતની ચીજવસ્તુઓ જપ્ત થઇ હતી. 9 ઓક્ટોબરે તેલંગાણામાં આચારસંહિતા લાગુ થઈ ત્યારથી લઇને રવિવાર સુધીમાં ચૂંટણી પંચ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ તેલંગાણામાં 490 કરોડ રૂપિયાથી વધુની રોકડ, સોનું, દારૂ અને ફ્રીબીઝ જપ્ત કરી છે.

પાંચ રાજ્યો પૈકી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ ગયું છે, જ્યારે રાજસ્થાનમાં 25મીએ અને તેલંગાણામાં 30મી નવેમ્બરે મતદાન થશે.

ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાંચ રાજ્યોની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તમામ ઉમેદવારો અને પક્ષો માટે પ્રલોભન-મુક્ત ચૂંટણીઓ યોજવા પર ભાર મૂક્યો હતો. આ વખતે ચૂંટણી પંચે એક ખાસ પ્રકારની ચૂંટણી ખર્ચ નિરીક્ષણ પદ્ધતિ (ESMS) દ્વારા ટેક્નોલોજીની પણ મદદ લીધી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મિઝોરમમાં કોઈ રોકડ કે કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી ન હતી, પરંતુ અધિકારીઓએ રૂ. 29.82 કરોડના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. ચૂંટણી પંચે વિવિધ સેવાઓના 228 અધિકારીઓને ખર્ચ નિરીક્ષક તરીકે તૈનાત કર્યા છે. કડક દેખરેખ માટે 194 વિધાનસભા મતવિસ્તારોને “ખર્ચ સંવેદનશીલ” બેઠકો તરીકે નોંધી તેમના પર નજર રાખવામાં આવી હતી. પંચનું માનવું છે કે જપ્તીનો આ આંકડો હજુ પણ વધી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…