દિલ્હીમાં AAPના આ મંત્રીઓ કરી ચૂક્યા છે બળવો, જાણો વિધાનસભા ચૂંટણી પર શું થશે અસર

Delhi News: દિલ્હીમાં બે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આમ આદમી પાર્ટી સરકારના અત્યાર સુધીના ત્રણ કાર્યકાળ મળી સીએમ સહિત કુલ 18 મંત્રી બન્યા છે. જેમાં છ પાર્ટી છોડી ચૂક્યા છે. નોંધનીય વાત એ છે કે કેજરીવાલ સાથે છેડો ફાડ્યા બાદ મોટાભાગના નેતાઓને તેમની અપેક્ષા મુજબ રાજકીય સફળતા મળી નથી.
કૈલાશ ગહેલોતઃ કૈલાશ ગેહલોત આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં સૌથી અનુભવી મંત્રી છે. માત્ર ગોપાલ રાયને મંત્રીમંડળમાં સમાન અનુભવ છે, પરંતુ ગેહલોતે હંમેશા મોટા અને મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા છે. બળવો કરનારા લિસ્ટમાં તેઓ પ્રથમ છે.
રાજકુમાર આનંદઃ ગેહલોત પહેલા રાજકુમાર આનંદે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે નવી દિલ્હી બેઠક પરથી બીએસપીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. હાલ તેઓ ભાજપમાં છે.
રાજેન્દ્ર પાલ ગૌતમઃ ગૌતમે આંબેડકરની જેમ હિન્દુ ધર્મ વિરોધી શપથ લેવાના વીડિયોથી વિવાદમાં આવ્યા બાદ પક્ષના દબાણ હેઠળ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ કોંગ્રેસમાં જોડાયા હતા.
કપિલ મિશ્રાઃ કપિલ મિશ્રા કેજરીવાલના મંત્રીમંડળમાંથી બળવો કરનારા અત્યાર સુધીનું સૌથી મોટું નામ છે. કેજરીવાલ પર ગંભીર આરોપો કર્યા બાદ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. હાલમાં તેઓ દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ છે.
આ પણ વાંચો : અમિત શાહની વિદર્ભની તમામ રેલીઓ રદ, અચાનક નાગપુરથી દિલ્હી જવા રવાના
સંદીપ કુમારઃ કેજરીવાલના બીજા કાર્યકાળમાં મંત્રી બનેલા સંદીપ કુમારનો વાંધાજનક વીડિયો સામે આવ્યા બાદ રાજીનામું આપ્યું હતું, જે હવે ભાજપમાં રાજકીય અસ્તિત્વની શોધમાં છે.
અસીમ અહમદ ખાનઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા અસીમ અહમદ ખાનને ભ્રષ્ટાચારના આરોપમાં મંત્રીમંડળમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ રાજકારણમાં સક્રિય નથી.
દિલ્હી સરકારનું વર્તમાન મંત્રીમંડળ
સીએમઃ આતિશી
મંત્રીઃ ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, મુકેશ અહલવાત, ઈમરાન હુસૈન
જૂના ચહેરા
પૂર્વ મુખ્યમંત્રી- અરવિંદ કેજરીવાલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી- મનીષ સિસોદિયા,
પૂર્વ મંત્રી- સત્યેન્દ્ર જૈન, ગિરીશ સોની, સોમનાથ ભારતી, રાખી બિરલા, જીતેન્દ્ર તોમર
વિધાનસભા ચૂંટણીમાં શું થશે અસર
આમ આદમી પાર્ટી પર અત્યાર સુધી બળવાખોરોની કોઈ ખાસ અસર થઈ નથી, પરંતુ તેમની વધતી સંખ્યા ચોક્કસપણે થોડા અઠવાડિયામાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેજરીવાલની મુશ્કેલીઓ વધારી શકે છે.