નેશનલ

Assembly by Election: આ રાજ્યમાં સૌથી વધુ મતદાન, આ રાજ્યમાં સૌથી ઓછું, આ તારીખે જાહેર થશે પરિણામ

નવી દિલ્હી: ગઈ કાલે બુધવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન થયું હતું, આ સાથે 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ (Assembly by election) હતી, જેમાં 50 થી 90 ટકા સુધી મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીઓમાં સૌથી ઓછું મતદાન બિહારમાં નોંધાયું હતું. મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં ગામ્બેગ્રે બેઠક પર સૌથી વધુ 90.84 ટકા મતદાન થયું હતું.


આ ઉપરાંત રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ, મધ્યપ્રદેશની બે, છત્તીસગઢ, ગુજરાત, કેરળ અને મેઘાલયની એક-એક વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું. મતગણતરી 23 નવેમ્બરે થશે.

Also Read – ઝારખંડમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 59.3 ટકા મતદાન, ધોનીએ પત્ની સાથે રાંચીમાં કર્યું વોટિંગ…

ક્યાં કેટલું મતદાન?
પેટાચૂંટણીમાં મધ્યપ્રદેશની બે બેઠકો વિજયપુરમાં 75.05 ટકા અને બુધનીમાં 77.42 ટકા મતદાન થયું હતું. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં 70 ટકા મતદાના યોજાયું હતું.

રાજસ્થાનની સાત વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું, જેમાંથી રામગઢમાં 75.27 ટકા મતદાન થયું હતું, ચૌરાસીમાં 68.55 ટકા અને ખિનવાંસરમાં 71.04 ટકા મતદાન થયું હતું, સલમ્બરમાં 67.01 ટકા, દેવલી ઉનિયારામાં 60.61 ટકા, ઝુંઝુનુમાં 65.80 ટકા અને ડોસામાં 55.63 ટકા મતદાન થયું હતું.

કર્ણાટકની ત્રણ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં લગભગ 77 ટકા મતદાન થયું હતું. કર્ણાટકની ચન્નાપટના સીટ પર લગભગ 89 ટકા મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળની 6 વિધાનસભા બેઠકો પર લગભગ 59.29 ટકા મતદાન થયું હતું. આસામની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ 64 ટકા મતદાન નોંધાયું હતું.

સિક્કિમમાં બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા:
સિક્કિમની બે વિધાનસભા બેઠકો પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. સોરેંગ ચકુંગ ચોક સીટ પરથી આદિત્ય ગોલી અને સિંઘીથાંગ સીટથી સતીશ ચંદ્ર રાય બિનહરીફ વિજયી જાહેર થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button