ટોપ ન્યૂઝનેશનલ

Bulldozer action: બે વર્ષ પહેલા બુલડોઝર ચલાવ્યું, હવે આસામ સરકારે આટલા લાખનું વળતર આપ્યું, જાણો શું છે મામલો

ગુવાહાટી: છેલ્લા ઘણા સમયથી કેટલાક રાજ્યોની સરકાર દ્વારા કરવામાં આવતા બુલડોઝર એક્શન(Bulldozer action) પર વિવાદ થતો રહ્યો છે. એમાં આસામ સરકાર(Assam Government)એ બે વર્ષ પહેલા અયોગ્ય રીતે લોકોના ઘરો તોડી પડ્યા હતા, જેનું વળતર સરકારે ચુકવવું પડ્યું છે.

આસામ સરકારે ગુવાહાટી હાઈ કોર્ટ(Guwahati High court)ને જાણ કરી છે કે બે વર્ષ પહેલા નાગાંવના બટાદ્રાવામાં વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનોના પીડિતોને વળતર ચૂકવવામાં આવ્યું છે.

આ મામલો પોલીસ કસ્ટડીમાં માછલીના વેપારીના મૃત્યુ સાથે સંબંધિત હતો. કસ્ટડીમાં વેપારીના મોત બાદ સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ વહીવટીતંત્રએ સખત પગલા ભરતા કેટલાક લોકોના ઘરો પર બુલડોઝર ચલાવી દીધું હતું. કોર્ટે સરકારને પીડિતોને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ગયા વર્ષે બુલડોઝરની કાર્યવાહી અંગે સુઓ મોટો સંજ્ઞાન લેતા, હાઇકોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ આરએમ છાયાના નેતૃત્વ હેઠળની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે અમને આશા છે કે રાજ્ય સરકાર ગેરકાયદેસર કાર્યવાહીથી પ્રભાવિત લોકોને વળતર આપશે.

કોર્ટે તત્કાલિન પોલીસ કમિશનરને સખત ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે પોલીસ તપાસની આડમાં પરવાનગી વિના કોઈના ઘર પર બુલડોઝર ચલાવી શકે નહીં.

આ વર્ષે 24 એપ્રિલે પોલીસ અધિકારીએ રાજ્ય સરકારના ગૃહ અને રાજકીય વિભાગના સંયુક્ત સચિવને વળતરની દરખાસ્ત રજૂ કરી હતી. જેમાં જેનું પાકું મકાન ધરાશાયી થયું હોય એવા દરેક પીડિત પરિવારને રૂ.10 લાખનું વળતર આપવામાં આવ્યું હતું અને કાચા મકાનો ધરાવનારને રૂ.2.5 લાખનું વળતર આપવામાં આવ્યું હતું.

કોર્ટે જવાબદાર દોષિત અધિકારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી પણ માંગી છે.

ઇસ્લામ નામના વ્યક્તિના મૃત્યુ બાદ તેની પત્નીએ કોર્ટમાં દાખલ કરેલી રિટ પિટિશનના જવાબમાં નાગાંવ એસપીએ બુધવારે એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, છુપાયેલા શસ્ત્રો શોધવા માટે મકાન તોડી આવ્યા હતા.

સોગંદનામામાં જણાવાયું છે કે મહેસૂલ અધિકારીઓની હાજરીમાં કાલિયાબોર સબ ડિવિઝનલ પોલીસ ઓફિસરના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…