ટોપ ન્યૂઝનેશનલ

અસમની કોલસાની ખાણમાં ફસાયેલા મજૂરોમાંથી એકનો મૃતદેહ મળ્યો; રેકસ્યું ઓપરેશન યથાવત…

દિસપુર: અસમના દિમા હસાઓ જિલ્લામાં કોલસાની ખાણમાં અચાનક પાણી ભરાવાને કારણે 9 મજૂરો ખાણની અંદર ફસાયા છે. કોલસાની ખાણમાં ફસાયેલા એક કામદારનો મૃતદેહ બુધવારે સવારે મળી આવ્યો છે. જેની અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ખાણમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જો કે ખાણમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે નેવી, આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ હજુ બચાવ કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો : ‘નિવૃત ન્યાયાધીશોના પેન્શન માટે રાજ્યો પાસે પૈસા નથી…’ સુપ્રીમ કોર્ટે સરકારોને ફટકાર લગાવી

એક મૃતદેહ બહાર કઢાયો

ઉમરંગસો વિસ્તારની ખાણમાં સોમવારે સવારે પાણી ભરાવાના કારણે મજૂરો ફસાઈ ગયા હતા. મૃતદેહ મળી આવ્યા પહેલા મંગળવારે સાંજે ડીપ સી ડાઇવર્સ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. NDRF, SDRF અને આર્મીની ટીમો પહેલાથી જ ઘટનાસ્થળે હાજર હતી. પેરા ડાઇવર્સે કોલસાની ખાણમાં ફસાયેલા એક મજૂરનો મૃતદેહ બહાર કાઢ્યો છે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બુધવારે આ જાણકારી આપી. સીએમ સરમાએ કહ્યું, “21 પેરા ડાઇવર્સે એક મૃતદેહ બહાર કાઢ્યો છે. અમારા સંવેદનાઓ અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવાર સાથે છે.”

એક વ્યક્તિની ધરપકડ

આ બનાવ બાદ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ગેરકાયદે કોલસા ખાણના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ અંગે મુખ્ય પ્રધાને ટ્વીટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, પોલીસે ઘટનાની તપાસ કરવા માટે ખાણ અને ખનીજ અધિનિયમ, 1957ની કલમ 21(1) સાથે કલમ 3(5)/105 BNS હેઠળ ઉમરાંગસો પીએસ કેસ નંબર: 02/2025 હેઠળ એફઆઈઆર નોંધી છે. પ્રાથમિક દૃષ્ટિએ તે ગેરકાયદેસર ખાણ હોવાનું જણાય છે. આ કેસના સંબંધમાં પુનેશ નુનિસા નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય, રાજઘાટ પર બનશે પૂર્વ રાષ્ટ્રપતિ Pranab Mukherjee નું સ્મારક

નવ મજૂરોની ઓળખ થઈ શકી

ઉમરાંગસો વિસ્તારમાં કોલસાની ખાણમાં ફસાયેલા નવ મજૂરોની ઓળખ કરવામાં આવી છે. નવ મજૂરોમાંથી એક નેપાળનો નાગરિક છે, એક પશ્ચિમ બંગાળનો છે અને બાકીના આસામના વિવિધ વિસ્તારના છે. તેમની ઓળખ ગંગા બહાદુર શ્રેઠ, હુસૈન અલી, ઝાકિર હુસૈન, સરપા બર્મન, મુસ્તફા શેખ, ખુશી મોહન રાય, સંજીત સરકાર, લીજન મગર અને શરત ગોયરી તરીકે કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button