Assam CM Himanta Biswa Sarmaએ શેર કર્યો Majestic Golden Tigerનો ફોટો અને… | મુંબઈ સમાચાર
નેશનલ

Assam CM Himanta Biswa Sarmaએ શેર કર્યો Majestic Golden Tigerનો ફોટો અને…

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગુવાહાટી ખાતે આવેલા કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળેલા દુર્લભ સોનેરી વાઘનો ફોટો શેર કર્યો છે અને સોશિયલ મીડિયા પર આ દુર્લભ વાઘનો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આસામના મુખ્ય પ્રધાને શેર કરેલો ફોટો મૂળ તો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ગૌરવ રામ નારાયણન દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે અને આસામના સીએમે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્યટન દિવસના અવસર પર “majestic beauty” વાઘના ફોટો સાથે એક પોસ્ટ પણ શેર કરી હતી.

આસામના સીએમે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “જાજરમાન સુંદરતા! તાજેતરમાં જ કાઝીરંગા નેશનલ પાર્કમાં એક દુર્લભ સોનેરી વાઘ જોવા મળ્યો હતો.” આ પોસ્ટને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વ્યુ મળી ચૂક્યા છે અને વાઈલ્ડલાઈફ લવર્સ આ ફોટો પર કમેન્ટ અને લાઈકનો વરસાદ કરી રહ્યા છે.


આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું હતું કે, જંગલનો સાચો રાજા. જ્યારે બીજા એક યુઝરે બીજાએ લખ્યું હતું કે આસામ ખરેખર સુંદર છે. ત્રીજા એક નેટિઝને આ ફોટો અંગે અભિપ્રાય આપતા કહ્યું હતું કે, આ એક મોટો વાઘ છે, અને તે અત્યાર સુધી કેમ જોવા ન મળ્યો એ ખરેખર આશ્ચર્યજનક છે!!!


ફોટોગ્રાફર ગૌરવ રામ નારાયણને ઇન્સ્ટાગ્રામ પર આ સોનેરી વાઘનો ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે કાઝીરંગામાં સફારીનો આજે બીજો દિવસ છે. અમે વાઘને બદલે પક્ષીઓ અને ગેંડાઓને શોધી રહ્યા હતા ત્યારે આ સોનેરી વાઘ સામે આવ્યો…


જોકે, આ પહેલી વખત નથી કે આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં દુર્લભ વાઘ જોવા મળ્યો હોય. આ અગાઉ 2022માં પણ આ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. કાઝીરંગા નેશનલ પાર્ક One Horn Rhino માટે ખૂબ જ પ્રખ્યાત છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લે છે.

Back to top button