નેશનલ

આ રાજ્યના મુસ્લિમ વિધાનસભ્યોને હવે નમાજ માટે બ્રેક નહીં મળે; નિર્ણય સામે વિરોધ…

દિસપુર: આસામ વિધાનસભામાં આજે ભારે હોબાળો મચ્યો હતો. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માની આંગેવાની હેઠળની ભાજપ સરકારના નિર્ણયનો વિપક્ષી વિધાનસભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે વિધાનસભામાં વિધાનસભ્યોને નમાઝ માટે આપવામાં આવતો બ્રેક રદ (Namaz Break in Assam assembly) કરી દીધો છે, જેને કારણે ખાસ કરીને મુસ્લિમ સંપ્રદાયમાંથી આવતા વિધાનસભ્યો નારાજ થયા છે. જોકે આ નિર્ણય ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં લેવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન તેનો અમલ કરવામાં આવ્યો છે.

Also read : પાટનગરમાં PM Modi અને Sharad Pawar મંચ પર એકસાથે જોવા મળ્યા, રાજકારણ ગરમાયું

નમાઝ બ્રેક રદ:
અહેવાલ મુજબ, ગયા વર્ષે ઓગસ્ટમાં વિધાનસભાના સ્પીકરની અધ્યક્ષતામાં ગૃહની નિયમ સમિતિ દ્વારા લગભગ 90 વર્ષ જૂની આ પ્રથા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે, આસામ વિધાનસભા સોમવારથી ગુરુવાર સવારે 9.30 વાગ્યે શરૂ થાય છે અને શુક્રવારે વિધાનસભા સવારે 9 વાગ્યે શરૂ થાય છે, અને એ દિવસમાં જુમ્માની નમાઝ માટે બે કલાકનો વિરામ આપવામાં આવે છે. આ ફેરફાર પછી, વિધાનસભા દરરોજ સવારે 9.30 વાગ્યે કાર્ય શરૂ કરશે અને નમાઝ માટે બ્રેક નહીં મળે.

સ્પીકર બિશ્વજીત દૈમારીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે બંધારણને ધ્યાનમાં રાખીને, આસામ વિધાનસભાએ અન્ય દિવસોની જેમ શુક્રવારે પણ તેની કાર્યવાહી ચલાવવી જોઈએ, આ નિયમ સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેને સમિતિ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

વિપક્ષનો વિરોધ:
વિપક્ષે ગૃહના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે અને તેને બહુમતીની મનમાની ગણાવી છે. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) ના વિધાનસભ્ય રફીકુલ ઇસ્લામે નારાજગી વ્યક્ત કરતા કહયું કે આ નિર્ણય સંખ્યાના આધારે લગાવવામાં આવ્યો છે. વિધાનસભામાં લગભગ 30 મુસ્લિમ વિધાનસભ્યો છે. અમે આ નિર્ણય સામે અમારા મંતવ્યો આપ્યા હતા, પરંતુ ભાજપ સંખ્યા વધુ છે, જેને આધારે તેઓ આ નિર્ણય થોપી રહ્યા છે.

Also read : લોકસભા ચૂંટણીમાં US Funding ના દાવાએ વિવાદ સર્જ્યો, વિદેશ મંત્રાલયે આપી આ પ્રતિક્રિયા

મુખ્ય પ્રધાને નિર્ણયને આવકાર્યો:
વિધાનસભાના નિર્ણય બાદ, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું, અને કહ્યું કે આ પરંપરા 1937માં મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લા દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને આ પ્રથા બંધ કરવાનો નિર્ણય કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપવા માટે લેવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button